Ranveer Singh Video Viral: રણવીર સિંહની રડી રડીને હાલત ખરાબ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

|

Jul 06, 2022 | 4:38 PM

રણવીર સિંહનો (Ranveer Singh) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટર પોતાના વાર્ડરોબ સામે ઉભો રહીને રડી રહ્યો છે. જાણો તેની પાછળનું કારણ શું છે.

Ranveer Singh Video Viral: રણવીર સિંહની રડી રડીને હાલત ખરાબ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Ranveer Singh
Image Credit source: Instagram

Follow us on

રણવીર સિંહ (Ranveer Singh) આજે તેનો 37મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ ખાસ દિવસ પર એક્ટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં રણવીર રડતો જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ (Viral Video) થતાં જ ફેન્સ તેને જોઈને ચિંતા કરવા લાગ્યા હતા, જ્યારે કેટલાક લોકો અંદાજો લગાવી રહ્યા છે કે રણવીર તેને તેની કોઈ ફિલ્મને લઈને હિન્ટ આપી રહ્યો છે. પરંતુ જ્યારે ફેન્સની નજર એક્ટર દ્વારા પોસ્ટ કરાયેલા કેપ્શન પર પડી તો ત્યારે તેમની બધી મુશ્કેલીઓ ઝડપથી દૂર થઈ ગઈ. નેટફ્લિક્સ (Netflix) પર રણવીર સિંહની ‘રણવીર Vs વાઇલ્ડ વિથ બેર ગ્રિલ્સ’નું પ્રીમિયર થવાનું છે, જેને લઈને એક્ટર ખૂબ જ એક્સાઈટેડ છે.

રણવીર સિંહની ‘રણવીર Vs વાઇલ્ડ વિથ બેર ગ્રિલ્સ’નું પ્રીમિયર 8 જુલાઈ, 2022ના રોજ નેટફ્લિક્સ પર થવા જઈ રહ્યું છે. રણવીરનો આ શો દેશનો પહેલો શો હશે જે ઇન્ટરેક્ટિવ એડવેન્ચર એપિસોડ બનવા જઈ રહ્યો છે. ઓટીટી શોનું નિર્માણ બનિજય એશિયા અને નેચરલ સ્ટુડિયોએ કર્યું છે. નેટફ્લિક્સ પર એક્ટરનો વાયરલ વીડિયો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.

આ પણ વાંચો

અહીં જુઓ રણવીરનો વાયરલ વીડિયો

કાલે થશે રણવીરના શોનું પ્રીમિયર

હાલમાં જ સોશિયલ મીડિયા પર જે રણવીર સિંહનો વીડિયો વાયરલ થયો છે તેની પાછળનું કારણ તેનો 8 જુલાઈએ આવી રહેલો શો છે. કાલે એટલે કે 8 જુલાઈએ, એક્ટરનો શો ‘રણવીર Vs વાઇલ્ડ વિથ બેર ગ્રિલ્સ’ નેટફ્લિક્સ પર પ્રીમિયર થવા જઈ રહ્યો છે.

જંગલોમાં ફરતા જોવા મળશે એક્ટર

થોડા દિવસો પહેલા રણવીરના અપકમિંગ એડવેન્ચર રિયાલિટી શોનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત બેર ગ્રિલ્સની તર્જ પર રણવીર સિંહ પણ નેટફ્લિક્સ પર જંગલોમાં જોખમો સાથે રમતો જોવા મળશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બિગ બજેટ શો એક્સાઈટમેન્ટથી ભરેલો છે. આ જ કારણ છે કે કપડા જોઈને રણવીર સિંહનો રડતો વીડિયો વાયરલ થયો છે.

8 જુલાઈથી જોખમો સાથે રમતો જોવા મળશે રણવીર સિંહ

9 જૂનના રોજ શોનું ટીઝર રિલીઝ કરતા એક્ટર રણવીર સિંહે કેપ્શનમાં લખ્યું હતું કે, “સેફ્ટી ગિયરને બાંધી લો કારણ કે ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે.” હવે ફેન્સમાં રણવીરના આ નવા શોને લઈને એક્સાઈટમેન્ટ છે.

Next Article