Viral Video : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ‘રેમ્બો III’ ફિલ્મનો એક સીન થયો વાયરલ, જુઓ મજેદાર વીડિયો

|

Aug 23, 2021 | 12:06 PM

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાનના કબજા બાદ સોશિયલ મીડિયા પર હલિવુડ ફિલ્મ 'રેમ્બો -|||' નો એક સીન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ રેમ્બો III ફિલ્મનો એક સીન થયો વાયરલ, જુઓ મજેદાર વીડિયો
'Rambo III' Scenes viral after Taliban Takeover in Afghanistan

Follow us on

Viral Video :  કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport) પર હજારો અફઘાન લોકો તેમના દેશ પર તાલિબાનના કબજાથી બચવા માટે એટલા ભયભીત હતા કે તેઓએ અમેરિકન લશ્કરી જેટમાં જોખમી રીતે મુસાફરી કરવાનો પ્રયત્ન કર્યો હતો,જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મૃત્યુ થયા હતા.

તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની પર કબજો કર્યા બાદ સોશિયમ મીડિયા (Social Media) પર ‘રેમ્બો III ‘નો એક સીન ખુબ વાયરલ થઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે,હોલિવુડ ફિલ્મ ‘રેમ્બો III’માં સિલ્વેસ્ટર સ્ટેલોન  તેના મિત્ર કર્નલ સેમ ટ્રોટમેનને બચાવવા માટે અફઘાનિસ્તાન આવ્યો હતો.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, જ્યારે અફઘાનિસ્તાનમાં ટ્રોટમેનની પૂછપરછ ચાલી રહી હતી. ત્યારે કર્નલ સેમ ટ્રોટમેન અને ઝાયસેન વાતચીત કરતા જોવા મળી રહ્યા છે.આ વાતચીત દરમિયાન, ટ્રોટમેન ઝાયસેનને જણાવે છે કે સ્વતંત્રતાના નામે મધ્ય પૂર્વમાં યુદ્ધ કરવું એ મૂર્ખતા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તમને જણાવી દઈએ કે,યુ ટ્યુબ પર ‘રેમ્બો ઇન અફઘાનિસ્તાન’ એક વીડિયો 2011 માં પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે 1988 ની ફિલ્મ’રેમ્બો III’ ને દર્શાવતી છે,ત્યારે તાજેતરમાં આ સીન (Scene Viral) ફરીથી વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

અફઘાનિસ્તાનનો પરિચય

વીડિયોમાં જોઈ શકાય છે કે, રેમ્બોને અફઘાનિસ્તાનનો પરિચય આપતા તે જણાવે છે કે, આ અફઘાનિસ્તાન છે. એલેક્ઝાંડર ધ ગ્રેટે આ દેશને જીતવાનો પ્રયાસ કર્યો હતો,બાદમાં ચંગીઝ ખાન, પછી બ્રિટીશ, હવે રશિયા આ દેશ પર યુધ્ધ કરી રહ્યુ છે, પરંતુ અફઘાન લોકો સખત લડે છે, તેઓ ક્યારેય પરાજિત થતા નથી. ”

ત્યારબાદ તે અફઘાન લોકો વિશે વધુ કેટલીક બાબતો પણ શેર કરે છે કે, “પ્રાચીન સમયમાં લોકો પ્રાર્થના કરતા હતા કે, ભગવાન આપણને કોબ્રાના ઝેર, વાઘના દાંત અને અફઘાનોના વેરથી બચાવે. “તમને જણાવી દઈએ કે,લોકો આ વીડિયોને (Video) લોકો ખુબ શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

જુઓ વીડિયો

આ પણ વાંચો: Funny Video : દુલ્હનને જોઈને વરરાજા શરમાયા ! વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો

આ પણ વાંચો:  Funny Video : પતિએ શાનદાર રીતે પત્નીનું સ્વાગત કર્યુ, પરંતુ બીજી જ ક્ષણે કંઈક આવું થયું, વીડિયો જોઈને તમારા ચહેરાનો રંગ પણ ઉડી જશે !

 

Published On - 12:04 pm, Mon, 23 August 21

Next Article