Video: વિદ્યાના મંદિરમાં મારપીટ ! આ સરકારી કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસર વચ્ચે એવી તો લડાઈ થઈ કે વીડિયો થયો વાયરલ

આ દિવસોમાં એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિદ્યાના મંદિરમાં જે રીતે પ્રોફેસર અને પ્રિન્સિપાલ વચ્ચે લડાઈ થાય છે, તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video: વિદ્યાના મંદિરમાં મારપીટ ! આ સરકારી કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસર વચ્ચે એવી તો લડાઈ થઈ કે વીડિયો થયો વાયરલ
professor and principal fight video goes viral
| Edited By: | Updated on: Jan 19, 2022 | 6:33 PM

Madhya Pradesh : શિસ્ત અને સભ્યતાનો પાઠ ભણાવતા પ્રોફેસર (Professor) અને પ્રિન્સિપાલ વચ્ચે ઉગ્ર લડાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ કોલેજનુ નામ સ્વ.નાગુલાલ માલવીય મહાવિદ્યાલય છે, જે ઉજ્જૈન (Ujjain) જિલ્લાના ઘાટિયા તાલુકામાં આવેલી છે. આ સરકારી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બ્રહ્મદીપ અલૂન અને પ્રિન્સિપાલ ડો. શેખર મેડમવાર વચ્ચે ઘણા દિવસોથી ઝઘડો ચાલી રહ્યો હતો. કોલેજનો એક CCTV વીડિયો સામે આવ્યો છે, જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રિન્સિપાલ પહેલા સામસામે વાત કરી રહ્યા છે.

આ પછી, બંને એક પછી એક ખુરશી પરથી ઉભા થાય છે અને પછી લાતો અને મુક્કા મારવાનુ શરૂ કરે છે. આ ઘટના જોઈને, કોલેજનો અન્ય સ્ટાફ આ બંનેને રોકતા જોવા મળે છે. હાલ આ મામલે બંનેએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા છે.

જુઓ વીડિયો

પ્રિન્સિપાલ શરૂઆતથી જ વિવાદોમાં

આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. બ્રહ્મદીપ અલુને આ મામલે જણાવ્યુ કે, પ્રિન્સિપાલ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યા છે. તેમની સામે એક મહિલા પ્રોફેસરે પણ ફરિયાદ કરી છે અને અનેક પ્રોફેસરોએ તેને કારણે નોકરી છોડી દીધી છે. તેઓ પોતાના હોદ્દાનો રૂઆબ બતાવીને કર્મચારીઓ અને અધિકારીઓને બિનજરૂરી રીતે હેરાન કરે છે. બીજી તરફ આસિસ્ટન્ટ પ્રોફેસરો સમયસર કોલેજમાં હાજર રહેતા ન હોવાનો પ્રિન્સિપાલે આક્ષેપ લગાવ્યો છે.

શિક્ષણ વિભાગે ઘટનાની નિંદા કરી

કોલેજમાં અવારનવાર એવું જોવા મળે છે કે અહીં વિદ્યાર્થીઓના અલગ-અલગ સંગઠનો જ સક્રિય નથી, પરંતુ પ્રોફેસરોમાં પણ જૂથવાદ છે. આ જૂથવાદના કારણે ઘણી વખત વિવાદની ફરિયાદો પણ સામે આવે છે. જો કે, હુમલાનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગે (Education Department) ગંભીરતા દાખવીને તેની નિંદા કરી હતી.

 

આ પણ વાંચો : કોલેજમાં સારા અલી અને વિક્કી કૌશલની ફિલ્મના શૂટિંગ દરમિયાન થયો હંગામો, પરીક્ષાની થોડી મિનિટો પહેલા જ વિદ્યાર્થીઓ એન્ટ્રીથી થયા નારાજ