Viral: Pushpa ફિલ્મના વિદેશીઓ પણ થયા દિવાના, પોર્ટુગીઝ પિતા પુત્રીનો ડાન્સ જોઈ લોકો દંગ

|

Jan 25, 2022 | 9:24 AM

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પિતા અને પુત્રી ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ના ગીત 'તેરી ઝલક અશરફી શ્રીવલ્લી.'ના ડાન્સ સ્ટેપની નકલ કરી રહ્યાં છે. જે યૂઝર્સને ખૂબ પસંદ આવી રહી છે.

Viral: Pushpa ફિલ્મના વિદેશીઓ પણ થયા દિવાના, પોર્ટુગીઝ પિતા પુત્રીનો ડાન્સ જોઈ લોકો દંગ
Portuguese father and daughter (Viral Video Image)

Follow us on

સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકાની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ 17 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ચાહકોને આ ફિલ્મ જેટલી પસંદ આવી છે તેટલા જ તેના ગીતો પણ પસંદ કરવામાં આવી રહ્યા છે. તેના ડાયલોગ્સ અને ડાન્સ સ્ટેપ્સ (Pushpa Dance Steps) સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોર્ટુગીઝ પિતા અને તેની પુત્રીના ડાન્સનો એક વીડિયો હાલ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તે ગીત ‘તેરી ઝલક અશરફી શ્રીવલ્લી…’ પર ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયોમાં, પિતા અને પુત્રીની જોડી અલ્લુ અર્જુનના હિટ ગીત પુષ્પા શ્રીવલ્લી પર જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે ત્યારે બંને હૂક સ્ટેપ્સ કરતા જોવા મળે છે પરંતુ તેઓએ તેમાં પોતાનો ટ્વિસ્ટ ઉમેર્યો છે. વીડિયો શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું- અમે તે બધાનો આભાર માનીએ છીએ જે અમારી સાથે છે અને અમારા વીડિયોને ફોલો કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તમે pabloeveronicaoficial નામના પેજ પર આ વીડિયો જોઈ શકો છો. લોકો આ વીડિયોને એટલો પસંદ કરી રહ્યા છે કે તેઓ તેને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે, સાથે જ તેમની લાઈક્સ અને કમેન્ટ્સ દ્વારા ઘણો પ્રેમ વરસાવે છે.

યુઝર્સે આ વીડિયો પર ઘણાં ઈમોટિકન્સ શેર કર્યા છે. એક યુઝરે લખ્યું, ખૂબ જ સુંદર…ભગવાન તમને અને તમારી લાડલી દીકરીને આશીર્વાદ આપે. અન્ય એક યુઝરે લખ્યું- અદ્ભુત ડાન્સ, તમે બંને ખૂબ જ ક્યૂટ છો. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ઘણા બધા ઈમોજી પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Viral: હવે ગુલાબ જાંબુના વડા જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ બોલ્યા ‘આ એક જ બાકી હતું’

આ પણ વાંચો: બદલાઈ જશે ડેસ્કટોપ પર WhatsApp ઉપયોગ કરવાની રીત, આવી રહ્યું છે આ નવું સિક્યોરિટી ફીચર

Next Article