Viral: ગરીબ બાળકોએ પુલ ગેમ રમવા અપનાવ્યો દેશી જુગાડ, વીડિયો જોઈ અનુપમ ખેર પણ થઈ ગયા ફિદા

|

Feb 07, 2022 | 8:46 AM

વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા નાના બાળકો પૂલ ગેમ રમી રહ્યા છે. પૂલ ગેમ રમવા માટે બાળકોએ જમીન પર ઈંટો નાખીને ટેબલનો આકાર આપ્યો છે.

Viral: ગરીબ બાળકોએ પુલ ગેમ રમવા અપનાવ્યો દેશી જુગાડ, વીડિયો જોઈ અનુપમ ખેર પણ થઈ ગયા ફિદા
Poor children play pool game (Image: Snap From Facebook)

Follow us on

તમે સોશિયલ મીડિયા (Social Media) પર જુગાડના ઘણા વીડિયો જોયા હશે. આ દરમિયાન એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને બોલિવૂડ એક્ટર અનુપમ ખેર પણ ફિદા થઈ ગયા છે. આ વીડિયો ગરીબ બાળકો સાથે સંબંધિત છે. જેમાં નાના બાળકો જુગલબંદી કરીને પૂલ ગેમ રમતા જોવા મળે છે. નાના બાળકોનો જુસ્સો જોઈને યુઝર્સ પણ તેમની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

બાળકોએ જુગાડ કરી રમી પૂલ ગેમ

વીડિયો એકદમ રસપ્રદ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા નાના બાળકો પૂલ ગેમ રમી રહ્યા છે. જોકે, પૂલ ગેમ રમવા માટે બાળકોએ જમીન પર ઈંટો મૂકીને ટેબલનો આકાર આપ્યો છે અને તેમાં તેઓ લાકડીઓ વડે પૂલ રમતા જોવા મળે છે. આપને જણાવી દઈએ કે જુગાડ દ્વારા કોઈપણ કામને સરળ બનાવી શકાય છે, પરંતુ બાળકોના જુગાડ લોકોના દિલને સ્પર્શી જાય છે. વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે આવા બાળકો પાછળથી દેશનું નામ રોશન કરે છે.

વીડિયો શેર કરતી વખતે અનુપમ ખેરે કેપ્શન લખ્યું, ‘દુનિયાના કોઈક ખૂણે આ માસૂમ બાળકો પોતાના જુગાડની દુનિયામાં કેટલા ખુશ છે. ભગવાન તેમને પ્રગતિ, સફળતા આપે અને તેમની નિર્દોષતા અખંડ રાખે. લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. યુઝર્સ પણ આ ગરીબ બાળકોથી ખૂબ જ પ્રભાવિત જોવા મળે છે. વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 40 લાખ લોકો જોઈ ચૂક્યા છે. જુઓ વીડિયો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

લોકોને ખુબ પસંદ આવ્યો વીડિયો

આ વીડિયો એટલો પાવરફુલ છે કે તેને 45 હજારથી વધુ યુઝર્સે લાઈક કર્યો છે. આ વીડિયોને 3 હજારથી વધુ લોકોએ શેર કર્યો છે. વીડિયો જોઈને કેટલાક લોકો બાળકોના રમત પ્રત્યેના જુસ્સાના વખાણ કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકોને આશ્ચર્ય થાય છે કારણ કે બાળકોએ મગજ લગાવી પૂલ ટેબલ બનાવ્યું છે અને લાકડીઓ સાથે પૂલ ગેમ રમી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે બાળકોનો જુસ્સો જબરદસ્ત છે.

આ પણ વાંચો: Desi Jugaad: મજૂરનો દેશી જુગાડ જોઈ લોકોએ કહ્યું કોઈ ડિગ્રી આ શિખવી ન શકે

આ પણ વાંચો: Technology News: WhatsApp એ ડેસ્કટોપ યુઝર્સ માટે રજૂ કર્યું આ શાનદાર ફિચર્સ, જાણો કેવી રીતે કરશે કામ

Published On - 8:44 am, Mon, 7 February 22

Next Article