‘Pushpa’ સ્ટાઈલમાં ચોરે કરી લાલ ચંદનની તસ્કરી, પોલીસે કરી ધરપકડ, લોકોએ કહ્યું ‘ચોર ભૂલી ગયો કે પોલીસે પણ પુષ્પા જોઈ છે’

|

Feb 05, 2022 | 9:45 AM

'પુષ્પાઃ ધ રાઈઝ' ફિલ્મથી પ્રેરિત એક વ્યક્તિ લાલ ચંદનની તસ્કરી કરી રહ્યો હતો, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી હતી. આ મામલો વાઈરલ થતાં જ લોકો પણ તેની મજા લેવા લાગ્યા હતા.

Pushpa સ્ટાઈલમાં ચોરે કરી લાલ ચંદનની તસ્કરી, પોલીસે કરી ધરપકડ, લોકોએ કહ્યું ચોર ભૂલી ગયો કે પોલીસે પણ પુષ્પા જોઈ છે
Pushpa: The Rise (Image: Twitter)

Follow us on

અલ્લુ અર્જુનની તમિલ એક્શન ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ (Pushpa: The Rise) કેટલી શાનદાર સાબિત થઈ, તેનો અંદાજ માત્ર ફિલ્મના કલેક્શનને જોઈને જ નહીં પણ લોકોની ખુશી જોઈને પણ લગાવી શકાય છે. તેના ડાયલોગ્સ, ગીતો, અલ્લુ અર્જુનની સ્ટાઈલ લોકોને ખુબ પસંદ આવી છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ સેલિબ્રિટીઓ પણ સોશિયલ મીડિયા (Social Media) પર રિલ્સ બનાવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી માત્ર કલાકારો અને ખેલાડીઓ જ ફિલ્મથી પ્રેરિત થતા હતા, હવે ચોર અને પોલીસ પણ ફિલ્મના દિવાના જોવા મળી રહ્યા છે. હા, તમે બરાબર વાંચ્યું, ફિલ્મથી પ્રેરિત એક વ્યક્તિએ લાલ ચંદનની તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે તેને પકડી લીધો હતો.

મામલો મહારાષ્ટ્રનો છે જ્યાં પોલીસકર્મીઓને એક ટ્રક મળી છે જેમાં પુષ્પા સ્ટાઈલમાં એક ચોર કરોડોની કિંમતના લાલ ચંદન લઈને જઈ રહ્યો હતો. જોકે પોલીસે તેને પકડી લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યાસિન ઈનાયથુલ્લા નામનો આ વ્યક્તિ કર્ણાટક-આંધ્ર બોર્ડરથી મહારાષ્ટ્ર તરફ જતા રસ્તામાં લાલ ચંદનથી ભરેલી ટ્રક સાથે ઝડપાયો હતો.

આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો

પોલીસે જણાવ્યું કે ફિલ્મ પુષ્પાથી પ્રેરિત યાસીને પ્રથમ ટ્રકમાં લાલ ચંદન રાખ્યું હતું. આ પછી તેની ઉપર ફળો અને શાકભાજીના બોક્સ મૂકવામાં આવ્યા હતા. જે ટ્રક વડે તે તસ્કરી કરતો હતો. તેના પર કોવિડ-19 આવશ્યક ઉત્પાદનોનું સ્ટીકર પણ હતું.

આ ઘટનાની તસવીર યુપી કેડરના આઈપીએસ અધિકારી સુક્રિતિ માધવ મિશ્રાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી અને તેમને કેપ્શન લખ્યું હતું કે ‘રીલ લાઈફમાં પુષ્પા ઝુકશે નહીં અને વાસ્તવિક જીવનમાં પુષ્પા ઝુકશે અને ધરપકડ પણ થશે. હવે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ સમાચાર પછી સોશિયલ મીડિયા યુઝર્સ વ્યક્તિની જોરદાર મજા લઈ રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘તસ્કર ભૂલી ગયો હતો કે પોલીસે પણ આ ફિલ્મ જોઈ હતી.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘રિયલ લાઈફમાં પુષ્પા બનવાની હિંમત પણ ન કરો.. કારણ કે ફોરેસ્ટર ક્યારેય ઝુકશે નહીં.’ આઈપીએસના ટ્વીટ પર આ સમાચાર લખાય છે ત્યાં સુધી 10 હજારથી વધુ રીટ્વીટ અને 71 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે.

આ પણ વાંચો: Viral: જીપને ધક્કો મારી રહેલા લોકો પર શખ્સે કરી જોરદાર દેશી કોમેન્ટ્રી, જુઓ વીડિયો

આ પણ વાંચો: Laptop Tips and Tricks: જૂના લેપટોપની સ્લો સ્પીડથી છો પરેશાન તો આ રીતે કરો તેને ફાસ્ટ