‘મને પણ મારી જાતને ડાન્સ કરતા જોઈને આનંદ થયો…’, PM મોદીએ X પર શેર કર્યો વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ડાન્સ કરતાં નજરે ચડી રહ્યા છે. મહત્વનું છે કે આ વીડિયો કોઈ અન્ય ઈસમ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી દ્વારા aઅ વીડિયો રિટ્વિટ કરવામાં આવ્યો છે.

મને પણ મારી જાતને ડાન્સ કરતા જોઈને આનંદ થયો..., PM મોદીએ X પર શેર કર્યો વીડિયો
| Updated on: May 06, 2024 | 11:44 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ડીપ ફેક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. ખુદ પીએમ મોદીએ પણ આ વીડિયો શેર કર્યો છે.

પીએમ મોદીએ આ વીડિયો વિશે જે લખ્યું તેણે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા. એક યુઝરે લખ્યું, ‘કાઉલસ્ટ પીએમ’. વીડિયો શેર કરતા વડાપ્રધાને લખ્યું કે, તમારા બધાની જેમ મને પણ મારી જાતને ડાન્સ કરતા જોઈને આનંદ થયો. ચૂંટણીની મોસમમાં આવી સર્જનાત્મકતા ખરેખર આનંદદાયક હોય છે.

આ વીડિયો ક્રિષ્ના નામના વ્યક્તિએ શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે યુઝરે લખ્યું છે કે, ‘હું આ વીડિયો પોસ્ટ કરી રહ્યો છું કારણ કે મને ખબર છે કે ‘સરમુખત્યાર’ આ માટે મારી ધરપકડ નહીં કરે.

PM મોદીની આ સ્ટાઇલે ફરી એકવાર લોકોનું દિલ જીતી લીધું છે. અન્ય એક યુઝરે PM મોદીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘તમને સરમુખત્યાર કહેનારાઓના મોઢા પર મોટી થપ્પડ…’ પીએમ મોદીના આ સ્ટાઈલના વખાણ પણ થઈ રહ્યા છે કારણ કે આ પહેલા પણ મમતાનો ડીપફેક ડાન્સ વીડિયો સામે આવ્યો છે બેનર્જીએ પણ ખુલાસો કર્યો હતો જેના પર કોલકાતા પોલીસે કાર્યવાહી કરવાની વાત કરી છે.

Published On - 10:45 pm, Mon, 6 May 24