Viral: આને કહેવાય નસીબ, ટ્રક અને કાર વચ્ચેથી બાઈક સવાર ગોળીની જેમ નીકળ્યો

એક બાઈકર સાથે જે થયું તે જોઈને તમે કહેશો કે, આને કહેવાય નસીબ અને નસીબનો ખેલ. બાઈક ચલવનાર વ્યક્તિ સાથે એવી ઘટના ઘટી કે તેનો અંદાજો પણ તેને નહીં હોય.

Viral: આને કહેવાય નસીબ, ટ્રક અને કાર વચ્ચેથી બાઈક સવાર ગોળીની જેમ નીકળ્યો
Video Viral on Social Media
| Edited By: | Updated on: Jan 05, 2022 | 11:44 AM

સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા વીડિયો (Viral Videos) સામે આવે છે. કેટલાક ફની હોય છે અને કેટલાક આશ્ચર્યજનક. આપણે બધા જાણીએ છીએ કે નસીબ એ મોટી વસ્તુ છે. જો કોઈનું નસીબ સારું હોય તો બગડેલું કામ પણ સારુ થાય છે. અને જો ખરાબ હોય તો સારૂ કામ પણ બગડી જાય છે.

એક બાઈકર સાથે જે થયું તે જોઈને તમે કહેશો કે, આને કહેવાય નસીબ અને નસીબનો ખેલ. બાઈક ચલવનાર વ્યક્તિ સાથે એવી ઘટના ઘટી કે તેનો અંદાજો પણ તેને નહીં હોય.

હકીકતમાં આ ઘટના હાઈવે રોડની છે. જ્યાં બાઇક, ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થાય છે, પરંતુ બાઇક પર જઇ રહેલ વ્યક્તિ બચી જાય છે. અમને ખાતરી છે કે આ વીડિયો જોયા પછી તમે ચોક્કસ કહેશો, આ બધુ નસીબનો ખેલ છે.

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સાથે જ, લોકો વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયો ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ જો તે જોવા મળે તો તે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાજુથી ટ્રક આવી રહી છે અને બીજી બાજુથી બાઇક અને કાર પણ તેજ સ્પીડમાં આવી રહી છે. ટ્રક એક બાજુથી બીજી તરફ આગળ વધે છે ત્યારે અચાનક એક બાઇક અને કાર આવે છે અને ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થાય છે.

પરંતુ આટલી જોરદાર ટક્કર વચ્ચે બાઇક સાથેનો વ્યક્તિ સલામત રીતે નીકળી જતા બધાને આશ્ચર્ય (Amazing Viral Videos) થાય છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાઇક સવાર વ્યક્તિ ખૂબ જ ઝડપથી નીકળી જાય છે.

આ ઘટના થોડીક સેકન્ડોમાં જ બને છે. લોકો આ વીડિયોને સમજવા માટે વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. વીડિયો જોયા પછી લોકો કહી રહ્યા છે કે નસીબનો ખેલ છે. આ વીડિયો કેમેરામાં કેદ થતાની સાથે જ છવાય ગયો છે.

તમે આ વીડિયો અન્ય તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ શકો છો. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ‘viral_in.india_1’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સરકાર ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે આપી રહી છે 10 લાખ રૂપિયા, ખેડૂતોને મળશે સીધો ફાયદો

આ પણ વાંચો: Viral: ટીચર સામે બાળકે ગાયું ગુલાબી આંખે ગીત, લોકો બોલ્યા જલ્દી વાયરલ કરો આ વીડિયો