Video : ચાલાક ચોરના વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, આંખના પલકારામાં મોબાઈલ ઝૂંટવી ગઠિયો થયો ફરાર

આ દિવસોમાં એક ચોરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જે રીતે ચાલાક ચોર મોબાઈલ ફોનની ચોરી કરી રહ્યો છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.

Video : ચાલાક ચોરના વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, આંખના પલકારામાં મોબાઈલ ઝૂંટવી ગઠિયો થયો ફરાર
Thief snatched the phone at the station
| Edited By: | Updated on: Jan 14, 2022 | 10:37 AM

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ કોઈને કોઈ વીડિયો ચર્ચામાં રહેતો હોય છે. સામાન્ય રીતે ભીડભાડવાળી જગ્યાઓ જેમ કે બસ સ્ટેન્ડ, માર્કેટ, શોપિંગ મોલ કે રેલ્વે સ્ટેશન(Railway Station)  પર તમે અવારનવાર ચોરી થતી જોવા મળે છે. તાજેતરમાં આવો જ એક ચોરીનો વીડિયો (Thief Video) સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શાતિર ચોર અન્ય વ્યક્તિના હાથમાંથી ફોન છીનવીને સ્ટેશનથી ભાગી જાય છે અને કોઈને જાણ પણ થતી નથી.આ વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો.

શાતિર ચોરે આ રીતે કરી ચોરી….!

વાયરલ થઈ રહેલો આ વીડિયો રેલવે સ્ટેશનનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટ્રેનના દરવાજા પર ઉભો છે અને ફોન પર વાત કરી રહ્યો છે, જ્યારે ટ્રેન પણ સ્ટેશન પર ઉભી છે. તે વ્યક્તિની આસપાસ ઘણા લોકો જોવા મળે છે.  જ્યારે ટ્રેન શરૂ થવાની હોય છે, ત્યારે ચોર ટ્રેનમાં ચડી જાય છે અને થોડીવાર પછી આ વ્યક્તિ ટ્રેનમાંથી ઉતરી જાય છે અને ફોન પર વાત કરી રહેલા વ્યક્તિની નજીક આવીને એ રીતે ફોનની ચોરી કરે છે કે જોઈને તમને પણ વિશ્વાસ નહી આવે.

જુઓ વીડિયો

શાતિર ચોરનો વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી haq_se_engineers નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 60 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આ ચોરી જોઈને મને મારી આંખ પર પણ વિશ્વાસ થતો નથી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, શું ચોરનુ ટેલેન્ટ છે…!આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

આ પણ વાંચો : ના હોય ! જંગલમાં આ યુવતી છ સિંહણ સાથે કરી રહી છે મસ્તી, અનોખી દોસ્તીનો વીડિયો થયો વાયરલ

Published On - 10:37 am, Fri, 14 January 22