Ranveer Singh Nude Photoshoot : રણવીર સિંહ થયો એક્સ્ટ્રા અતરંગી, લોકોએ Funny memes વાયરલ કરીને કર્યો ટ્રોલ

અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) તેની એક્સ્ટ્રારંગી ફેશન પછી તેની નગ્ન તસવીરોથી મનોરંજન ક્ષેત્રે હોબાળો મચ્યો છે. રણવીર સિંહની તસવીરો સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે. રણવીર સિંહે એક ખાનગી મેગેઝીનના કવરપેજ માટે ન્યૂડ પોઝ આપ્યા છે.

Ranveer Singh Nude Photoshoot : રણવીર સિંહ થયો એક્સ્ટ્રા અતરંગી, લોકોએ Funny memes વાયરલ કરીને કર્યો ટ્રોલ
People troll Ranveer Singh by making funny memes go viral
| Edited By: | Updated on: Jul 23, 2022 | 12:38 PM

અભિનેતા રણવીર સિંહ તેની એક્સ્ટ્રારંગી ફેશન પછી તેની ન્યૂડ તસવીરોથી (Nude Photoshoot) મનોરંજન ક્ષેત્રે હોબાળો મચ્યો છે. રણવીર સિંહની તસવીરો સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે. રણવીર સિંહનું આ ફોટોશૂટ આગ જે ઝડપે પ્રસરે છે તેની જેમ જ ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થયું છે. ફોટોશૂટ માટે તેણે કેમેરાની સામે તેના તમામ કપડાં ઉતારી દીધા હતા અને તુર્કી ગાલીચા પર પોઝ આપ્યા છે. રણવીર સિહના વાયરલ થયેલા ન્યૂડ ફોટામાં વિવિધ પોઝ (Ranveer Singh Nude Photoshoot) છે. આ ફોટોશૂટમાં રણવીર કેમેરાની સામે તેના પરફેક્ટ મસ્ક્યુલર બોડીને ન્યૂડ ફ્લોન્ટ કરતો જોવા મળે છે.

રણવીર સિંહ પોતાના અતરંગી મિજાજને કારણે જાણીતો છે. તેને આ પહેલાં પણ અલગ-અલગ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યા હતા. પરંતુ આ વખતે તો લોકો રણવીરનું ન્યૂડ ફોટોશૂટ જોઈને ગુસ્સે થયા છે અને ટ્રોલ કર્યો છે.

જૂઓ તેના વાયરલ થયેલા memes

સોશિયલ મીડિયા પર લોકોએ લીધો આડે હાથ

આ ન્યૂડ ફોટોશૂટમાં કેટલાક ફેન્સ રણવીરના આત્મવિશ્વાસપૂર્ણ, બોલ્ડ અને સેક્સી લુકના વખાણ કરી રહ્યા છે. તો બીજી બાજુ તે ફરી એકવાર ટ્રોલ્સના નિશાના પર આવી ગયો છે. લોકો તેના લુકની મજાક ઉડાવી રહ્યા છે અને તેના આ ફોટોશુટને અશોભનીય ગણાવી રહ્યાં છે.

Published On - 12:38 pm, Sat, 23 July 22