Funny Video : લોકોએ ‘મુંબઈ કી જાન’માં સુકવ્યા આવી રીતે કપડાં, જગ્યાનો કર્યો પૂરેપૂરો ઉપયોગ

|

Jul 17, 2022 | 2:10 PM

આ ફની વીડિયો (Funny Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર dadarmumbaikar નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1 લાખ 75 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 10 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Funny Video : લોકોએ મુંબઈ કી જાનમાં સુકવ્યા આવી રીતે કપડાં, જગ્યાનો કર્યો પૂરેપૂરો ઉપયોગ
Mumbai local train Viral Funny Video

Follow us on

મુંબઈની (Mumbai) લોકલ ટ્રેનને ‘મુંબઈ કી જાન’ કહેવામાં આવે છે. જો કે, મુંબઈની લોકલ ટ્રેન તેની ભીડ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. યાત્રીઓને ટ્રેનમાં ચઢવું એ પહાડ ઉપાડવા જેવું છે, આવી સ્થિતિમાં તમે ટ્રેનમાં ચઢો તો પણ ત્યાં યોગ્ય રીતે ઊભા રહેવાની જગ્યા પણ નથી. બસ, આ સ્થિતિ સવારના સમયે વધુ હોય છે, કારણ કે તે સમયે લોકોને ઓફિસ જવાનું હોય છે. બાકીના સમયમાં ટ્રેનોમાં એટલી ભીડ હોતી નથી. અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોના કપડાં ભીના થઈ ગયા હશે. આવી સ્થિતિમાં લોકોએ લોકલ ટ્રેનમાં કપડાં સૂકવવા માટે અદ્ભુત વ્યવસ્થા કરી છે. આને લગતો એક ફની વીડિયો (Funny Video) સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે ચોક્કસપણે તમે હસવા લાગશો.

જૂઓ વીડિયો…………

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં પોતાની સીટ પર બેઠા છે અને તે જ ડબ્બામાં લોકો કપડાં સુકવતા પણ જોવા મળી રહ્યા છે. કેટલાક તેમની શાલ સૂકવવા માટે મૂકે છે અને કેટલાક તેમના ટુવાલ મૂકે છે. ટ્રેનોમાં આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે કે લોકો તેમના કપડાં પણ સૂકવવા લાગે છે. જો કે, વરસાદની સિઝનમાં ક્યારેક એવું બને છે કે લોકોના કપડાં ભીના થઈ જાય છે અને મજબૂરીમાં તેને સૂકવવા માટે કંઈક કરવું પડે છે. હવે જો ટ્રેનમાં આટલી જગ્યા છે તો લોકો તેનો ઉપયોગ કેમ નથી કરતા. તો… લોકો ટ્રેનમાં કપડાં સુકવવા લાગ્યા.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર dadarmumbaikar નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1 લાખ 75 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 10 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કોઈએ લખ્યું છે કે ‘યે હૈ મુંબઈ કર’ તો કોઈએ લખ્યું છે કે ‘આવો નજારો મેં પહેલી વાર જોયો’.

Next Article