ગજબ હો બાકી ! લગ્નમાં BJP, JJP અને RSS સાથે જોડાયેલા લોકોએ આવવું નહિ, અનોખી લગ્ન કંકોતરી થઈ વાયરલ

આ કંકોતરીમાં બધું બાકીની જેમ સામાન્ય છે, ફક્ત એક અનોખી લાઇન ઉમેરવામાં આવી છે, જે દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. લગ્ન કંકોતરીમાં લખવામાં આવ્યું છે કે ભાજપ, JJP અને RSS ના લોકોએ આ લગ્નમાં આવવુ નહિ.

ગજબ હો બાકી ! લગ્નમાં BJP, JJP અને RSS સાથે જોડાયેલા લોકોએ આવવું નહિ, અનોખી લગ્ન કંકોતરી થઈ વાયરલ
Marriage Card
| Edited By: | Updated on: Nov 25, 2021 | 2:37 PM

Viral : ભગવાન જે ભાવનાથી ભક્તોને મળવા આવે છે, તમે પણ એ જ ભાવનાથી અમારા લગ્નમાં આવજો…. ઘણીવાર તમે લગ્નની કંકોતરી પર આવા મેસેજ વાંચ્યા હશે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક લગ્નની કંકોતરી ચર્ચામાં આવી છે. આ કંકોતરીમાં (Marriage Card) છપાયેલા એક મેસેજે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. આ મેસેજ જોઈને લોકો પૂછી રહ્યા છે કે શું આ ખરેખર છે કે ભૂલથી છપાઈ ગયુ છે ?

જુઓ વાયરલ કંકોતરી….

આ કંકોતરીમાં બધું બાકીની જેમ સામાન્ય છે, ફક્ત એક અનોખી લાઇન ઉમેરવામાં આવી છે જે દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. લગ્નના કાર્ડ પર લખવામાં આવ્યું છે કે ભાજપ, JJP અને RSS ના લોકોએ આ લગ્નમાં આવવુ નહિ. અહેવાલો અનુસાર, આ લગ્ન કંકોતરી હરિયાણાના ઝજ્જર નિવાસી વિશ્વ વીર જાટ મહાસભાના અધ્યક્ષ રાજેશ ધનખરે છાપી છે.

લગ્નમાં ખર્ચો બચાવવા માટે આ સારો રસ્તો છે !

આ કંકોતરી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સને (Users) આ કંકોતરી પસંદ આવી રહી છે અને પ્રશ્ન પૂછી રહ્યા છે કે એવુ શું થયુ કે તમે લગ્નના કાર્ડ પર આવો મેસેજ છાપ્યો છે. જ્યારે અન્ય કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે, લગ્નમાં આમંત્રણ ન આપવા અને ખાવા-પીવામાં પૈસા ન ખર્ચવાનો આ ખૂબ જ સારો રસ્તો છે.

ખેડૂત નેતાએ ઘરના લગ્નમાં છાપી આવી કંકોતરી

તમને જણાવી દઈએ કે, ખેડૂતો ત્રણેય કૃષિ કાયદાઓ પર ઘણા સમયથી કેન્દ્ર સરકાર સામે વિરોધ કરી રહ્યા હતા. આ આંદોલનની સૌથી વધુ અસર પંજાબ પછી હરિયાણામાં જ જોવા હતી. ખેડૂત આંદોલનમાં ખેડૂતો શરૂઆતથી જ શાસક પક્ષ ભાજપ અને જેજેપીના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. ગાજીપુર બોર્ડર પર ઘણી વખત ખેડૂતો નેતાઓનો વિરોધ કરતા જોવા મળ્યા છે. જોકે, આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ખેડૂત નેતાએ ઘરના લગ્નમાં આવું કાર્ડ છાપ્યું હોય.

 

આ પણ વાંચો: કંગાલ પાકિસ્તાન પાસે ઝૂના પ્રાણીઓને ખોરાક આપવાના પૈસા નથી, સિંહનો દર્દનાક વીડિયો વાયરલ

આ પણ વાંચો: Video : લગ્નમાં નાગિન ડાન્સ બાદ જીમ ડાન્સનો ક્રેઝ ! આ અનોખો ડાન્સ જોઈ લોકોએ કહ્યુ ‘બસ કર ભાઈ’