Viral Video: શાહરુખ અને જોન વચ્ચે જોવા મળ્યો પ્રેમ, પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખ ખાને જોનને કરી KISS

હાલમાં શાહરુખ ખાને એક પ્રેસ કોન્ફરન્સમાં એવુ કામ કર્યું છે, જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. બોલિવૂડના સુપર સ્ટાર શાહરુખ ખાને પોતાના કો-સ્ટારને લોકો વચ્ચે કિસ કરી દીધી હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: શાહરુખ અને જોન વચ્ચે જોવા મળ્યો પ્રેમ, પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખ ખાને જોનને કરી  KISS
shah rukh khan kiss john abraham
Image Credit source: twitter
| Edited By: | Updated on: Jan 30, 2023 | 11:07 PM

4 વર્ષ બાદ રોમાન્સના બાદશાહ શાહરુખ ખાને મોટા પડદા પર જબરદસ્ત વાપસી કરી છે. તેની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી રહી છે પણ હાલમાં શાહરુખ ખાને એક પ્રેસ કોન્ફરન્સમાં એવુ કામ કર્યું છે, જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. બોલિવૂડના સુપર સ્ટાર શાહરુખ ખાને પોતાના કો-સ્ટારને લોકો વચ્ચે કિસ કરી દીધી હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આજે એક પ્રેસ કોન્ફરન્સમાં શાહરુખ અને જોન વચ્ચે ખરાબ સંબંધ હોવાની વાત પર સવાલ થતા શાહરુખ ખાને ચોંકાવનારુ કામ કર્યું હતું. શાહરુખ ખાને જોન પાસે જઈને તેને કિસ કરીને તેના પર પ્રેમ વરસાવા લાગ્યો હતો. આ સમયે તેમણે પોતાના વચ્ચે કોઈપણ ખરાબ સંબંધો હોવાની વાતને નકારી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં જ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને ઘણા વિવાદ થયા હતા. શાહરુખ ખાને પઠાણ ફિલ્મની રિલીઝ પહેલા એ નિર્ણય કર્યો હતો કે તે ફિલ્મનું પ્રમોશન નહીં કરે પણ હવે તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી રહી છે. આ ખુશીના અવસર પર પઠાણ ફિલ્મને લઈને એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન ફિલ્મની કાસ્ટ પોતાના અનુભવ શેયર કરતા જોવા મળ્યા હતા.

આજે મીડિયા માટે યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સહિત પઠાણ ફિલ્મના ઘણા લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન તેઓ એક પછી એક મીડિયાના સવાલોના જવાબ આપતા જોવા મળ્યા હતા. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પઠાણ ફિલ્મના અનુભવો શેયર કરવાની સાથે એકબીજા સાથે મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા.

પ્રોફેશન બદલવાનું મન બનાવી બેઠો હતો શાહરુખ

શાહરુખ ખાને આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના કરિયરને લઈને કેટલીક વાતો શેયર કરી હતી. તેણે જણાવ્યું કે જ્યારે તેની ફિલ્મ ફલોપ થઈ રહી હતી. ત્યારે તેણે પોતાનું પ્રોફેશન બદલવાનું મન બનાવી લીધું હતું. પોતાના કરિયર વિશે વાત કરતા તેણે જણાવ્યું કે જ્યારે લોકો કહ્યું કે મારી ફિલ્મો નથી ચાલી રહી ત્યારે મેં કુકિંગ શીખવાનું શરુ કર્યું. મેં વિચાર્યું હતું કે રેસ્ટોરન્ટ શરુ કરીશ. આ દરમિયાન મેં ઈટાલિયન ડિશ બનાવતા શીખી લીધી હતી.

પોતાનો કુકિંગ અનુભવ શેયર કરતા શાહરુખે જણાવ્યું હતું કે, તેણે ફિલ્મ ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદને પણ પોતાના હાથથી ડિશ બનાવીને ખવડાવી હતી. તેણે મજાકના અંદાજમાં કહ્યું કે, તેણે ફિલ્મ ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદને પિઝ્ઝાની લાંચ આપી હતી.