ક્યારેક જોઈ છે માથા પર તવા મારવાની સ્પર્ધા? આ વાયરલ વીડિયો જોઈ તમે ખડખડાટ હસી પડશો

દુનિયામાં ઘણી જગ્યાએ એવી વિચિત્ર સ્પર્ધા થતી હોય છે. જેને જોઈને એક સમયે આપણને થશે કે આવી સ્પર્ધા કોણ કરે. હાલમાં આવી જ એક સ્પર્ધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો છે.

ક્યારેક જોઈ છે માથા પર તવા મારવાની સ્પર્ધા? આ વાયરલ વીડિયો જોઈ તમે ખડખડાટ હસી પડશો
Viral video
Image Credit source: twwiter
| Edited By: | Updated on: Jun 21, 2022 | 11:21 PM

દુનિયામાં એવી ઘણી વિચિત્ર સ્પર્ધાઓ (Weird Competition) છે, જે લોકોને આશ્ચર્યમાં મુકી દે છે. જેમ કે, અમેરિકામાં દર વર્ષે જુલાઈમાં એક ખૂબ જ વિચિત્ર સ્પર્ધા થાય છે, જેને ‘હોટ ડોગ કોમ્પિટિશન’ કહેવામાં આવે છે. તેમાં લોકોએ હોટ ડોગ્સ ખાવાના હોય છે અને જે સૌથી વધુ હોટ ડોગ ખાય છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્પર્ધાને જોવા માટે હજારો લોકો ભેગા થતા હોય છે. હાલમાં આવી જ એક સ્પર્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમે દંગ રહી જશો. આવી સ્પર્ધા તમે આ પહેલા જ નહીં જોઈ.

કોઈને માથા પર જોરથી કોઈ વસ્તુ મારવી એક ગુના સમાન છે. તે સારો વ્યવ્હાર ના કહેવાય. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કંઈક આવી જ સ્પર્ધા જોવા મળી રહી છે. તેને ‘પેન્સલેપિંગ કોન્ટેસ્ટ’ કહેવામાં આવે છે. આ સ્પર્ધામાં લોકો એક-બીજાના માથા પર તપેલી વડે મારતા જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે 2 લોકો હેલ્મેટ પહેરીને બેંચ પર બેઠા છે અને એક બીજાના માથા પર તપેલી વડે મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની આસપાસ ઘણા લોકો આ જોવા માટે ઉભા છે. આખરે તેમાંથી એક તપેલીનો માર સહન કરી શકતો નથી અને બેન્ચ પરથી નીચે પડી જાય છે અને તે હારી જાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @RexChapman નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. 42 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1.9 મિલિયન લોકોએ જોયો છે. આ વીડિયો પર લોકો રમૂજી પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિચારવા જેવુ છે કે જો આ સ્પર્ધા ભારતમાં થાય તો શું થાય?

Follow Us