Seema Haider : સીમા હૈદરને લઈ પાકિસ્તાની વ્યક્તિએ ભારતને આપી ધમકી, જુઓ Video

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાની વ્યક્તિ સીમા હૈદર (Seema Haider)ને પરત કરવા માટે ભારતને સીધી ધમકી આપી રહ્યો છે. વીડિયો પર લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે.

Seema Haider : સીમા હૈદરને લઈ પાકિસ્તાની વ્યક્તિએ ભારતને આપી ધમકી, જુઓ Video
| Edited By: | Updated on: Jul 25, 2023 | 1:23 PM

Seema Haider: પાકિસ્તાની મહિલા સીમા હૈદર જ્યારથી ભારત આવી છે ત્યારથી તે ચર્ચાનો વિષય છે. સીમા હૈદર માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ ઘણી ચર્ચામાં રહી છે. એક તરફ ભારતના અનેક સંગઠનોએ તેમને પાકિસ્તાન પરત મોકલવાની ચેતવણી આપી છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં ડાકુઓએ સીમા હૈદર અને ભારતને પણ ધમકી આપી છે. હવે સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભારતને ધમકી આપતો જોવા મળી રહ્યો છે. જોકે તેની આ ધમકી પર લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે.

વીડિયોમાં તે વ્યક્તિ કહે છે કે, જો આજે રાત્રે 12 વાગ્યા સુધી સીમા હૈદર પરત નહીં આવે તો સમજવું કે ભારત ફિનિશ…… થઈ ગયું છે. એક યુઝરે કમેન્ટ કરી કે, તે બધુ બરાબર છે પરંતુ તેણે માથે ફૂલ કેમ પહેર્યું છે. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘હા ખાવા પીવાનો જુગાડ કરી રહેલા લોકો 12 વાગ્યા પહેલા બાકી ભૂખા મરી જશો.

આ પણ વાંચો : Breaking news મુસાફરોને ટ્રેનની ટિકિટ બુક કરવામાં થઈ રહી છે પરેશાની, IRCTCએ આપ્યું આ કારણ

 

 

અભિષેક નામના એક યુઝરે લખ્યું માત્ર 55 મિનિટ રહી ગયા છે. અન્ય યુઝરે કહ્યું આ બધી ગાંજાની કમાલ છે.

ભારતીય નાગરિકતા માટે રાષ્ટ્રપતિને પણ પત્ર પણ લખ્યો

તમને જણાવી દઈએ કે, પબજી રમતા રમતા તેને સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો. સીમા હૈદરની સાથે તેના 4 બાળકો પણ ભારત આવ્યા છે. તે વાંરમ વાર કહે છે કે, હું પાછી પાકિસ્તાન જવા માંગતી નથી. તેમણે ભારતીય નાગરિકતા માટે રાષ્ટ્રપતિને પણ પત્ર પણ લખ્યો છે. યુપી પોલીસ અને સીમા હૈદર, સચિન અને તેના પિતાની પણ પુછપરછ કરી રહી છે. સીમા હૈદરે એટીએસની સામે કેટલીક એવી વાતો જણાવી છે કે, તે શંકા કુંડાળામાં આવી ગઈ છે.

તપાસ એજન્સીઓ દ્વારા તમામ કડીઓ જોડવાનો પ્રયાસ

પાકિસ્તાની મહિલા સીમા હૈદર વિશે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાનથી તે ભારત આવી ત્યાં સુધીની તપાસ થઈ રહી છે. તપાસ એજન્સીઓ તેની તમામ કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધી સીમાના અનેક જુઠ્ઠાણા સામે આવ્યા છે. તે પોતાના નિવેદનોમાં ફેરફાર કરી રહી છે અને આપેલા નિવેદનોના પુરાવા પણ શંકાસ્પદ જણાય છે.

પાકિસ્તાનથી (Pakistan) ભારત આવેલી સીમા હૈદર (Seema Haider) છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીમાએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં છે. આ વાતની જાણ થતા જ પોલીસે તેના સમગ્ર પરિવારની કુંડળી કાઢવાનું શરૂ કર્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો