પાકિસ્તાનમાં પણ બોલિવૂડ સોંગનો દબદબો, આ વ્યક્તિએ કેટરીના કૈફના સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ VIDEO

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પાકિસ્તાની વ્યક્તિ 'ટિપ ટિપ બરસા પાની' પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો.

પાકિસ્તાનમાં પણ બોલિવૂડ સોંગનો દબદબો, આ વ્યક્તિએ કેટરીના કૈફના સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ VIDEO
pakistani man dances on katrina kaif song
| Edited By: | Updated on: Jan 07, 2022 | 4:51 PM

Viral Video: ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ક્યારેક અહીંના ક્રિકેટર તો ક્યારેક અહીંના નેતાઓ ઈન્ટરનેટને (Internet) કન્ટેન્ટ પુરુ પાડતા જોવા મળે છે. આજકાલ ડાન્સનો ખુબ ક્રેઝ (Dance) છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ ડાન્સ કરતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર ડાન્સ સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ (Users) પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ખૂબ જ સારી રીતે ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો કોઈ ફંક્શનનો હોય તેવુ લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટરિના કૈફના ટીપ-ટીપ બરસા પાની… સોંગ વાગતા જ આ વ્યક્તિ ઉત્સાહિત થઈ જાય છે. બાદમાં પુરી એનર્જી સાથે આ વ્યક્તિ ધમાકેદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ ડાન્સ સ્ટેપને જોઈને આસપાસના લોકો પણ તેને પ્રોત્સાહન આપતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પરથી આ વીડિયો Taimoor Zaman નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ ડાન્સ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ આ વ્યક્તિએ શાનદાર ડાન્સ કર્યો છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ આ વીડિયોએ ખરેખર દિલ જીતી લીધુ, જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ આ વ્યક્તિના ડાન્સની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : સરકારી શાળાની બાળકીએ નોરા ફતેહીના સોંગ પર લગાવ્યા ઠુમકા, ટેલેન્ટ જોઈને લોકો પણ દંગ રહી ગયા !