સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાની બ્લોગર કહી રહ્યો છે કે, બખ્શ દો યાર કાશ્મીરીઓ કો. તે એક એવા દેશ સાથે સંકળાયેલા છે જે વિશ્વ પર રાજ કરી રહ્યુ છે. તે અમેરિકા, બ્રિટન અને વિશ્વ પર પ્રભુત્વ ધરાવે છે. તે દેશના વ્યાપાર વિશે વાત કરે છે. આઇટી વિશે વાત કરે છે. ઉત્પાદકતા વિશે વાત કરે છે અને આપણો સમુદાય શું કરી રહ્યો છે? આ શબ્દો પાકિસ્તાની બ્લોગર અને બિઝનેસમેનના છે.
આ પણ વાંચો: આ 5 ખેલાડીઓ જન્મયા અન્ય દેશમાં અને ક્રિકેટ પણ અન્ય દેશમાંથી રમ્યા, આ યાદીમાં ભારતનો ધાકડ બેટ્સમેન સામેલ
તેમણે પીએમ મોદીને પાકિસ્તાનને દત્તક લેવાની પણ વિનંતી કરી. પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ નાજુક છે. જ્યારથી અહીં પૂર આવ્યું છે, ત્યારથી દેશ ફરીથી ટ્રેક પર આવી શક્યો નથી. વિદેશી દેશોએ પણ હાથ ખેંચી લીધા. હવે એક વ્યક્તિ પીએમ મોદીને પાકિસ્તાનને ભારતમાં ભેળવી દેવાનું કહી રહ્યો છે.
આપણી કોમ બિરયાનીના સ્વાદમાં ખોવાયેલી છે? આપણો સમુદાય વિચારી રહ્યો છે કે બિરયાનીનો સ્વાદ કેવી રીતે વધારવો. કબાબનો ટેસ્ટ કેવી રીતે વધારવો. આ વ્યક્તિ પીએમ મોદીને અપીલ કરી રહ્યો છે કે અમને તમારામાં ભેળવી લો.
Pakistani blogger and businessman requests @narendramodi ji to lease #Pakistan for the benefit of the Pakistani people. He also says #Kashmiris r the luckiest people in the world because they are a part of #India.@SeharShinwari ur take on this. pic.twitter.com/eX7Wx11L5S
— Inaya Bhat (@inaya_bhat) April 25, 2023
જેથી અમને પણ સારી અર્થવ્યવસ્થા, ભારતીય પાસપોર્ટનો લાભ મળી શકે. હકીકતમાં, થોડા દિવસ પહેલા જ પૂંછમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તેની કડી પાકિસ્તાન સાથે જોડાયેલી હતી. આ કારણોસર, આ બ્લોગર પાકિસ્તાનને કાશ્મીરીઓ પર અત્યાચાર ન કરવા વિનંતી કરી રહ્યો છે.
પાકિસ્તાનની હાલત કોઈનાથી છુપી નથી. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ ઘણા દેશો સમક્ષ કટોરો ફેલાવી ચૂક્યા છે પરંતુ કંઈ મળ્યું નથી. પાકિસ્તાન જેમને પોતાના સગા માને છે તેઓ પણ તેમને સાથ આપતા નથી. તુર્કી અને સાઉદી અરેબિયાએ પણ સહકાર આપ્યો ન હતો. મોંઘવારી સાતમા આસમાને પહોંચી ગઈ છે.
સામાન્ય માણસ મુશ્કેલીમાં છે. લોટના ફાફા છે. રાજકીય સ્થિતિ એવી છે કે નેતાઓ એકબીજાને મારવાના પ્રયાસો કરી રહ્યા છે. અહીં ન્યાયતંત્રની હાલત એવી છે કે હાઈકોર્ટના જજ સીજેઆઈને સવાલો પૂછી રહ્યા છે. મતલબ કે લોકશાહીના તમામ આધારસ્તંભ પડી ગયા છે. અહીંના લોકો સરકારથી નારાજ છે. પરંતુ તેઓ પણ લાચાર છે કારણ કે જ્યારે ઈમરાન ખાન સત્તામાં હતા ત્યારે પણ આ સ્થિતિ હતી. પાકિસ્તાનમાં ગમે તેટલી સરકાર બને, શાસન માત્ર સેનાનું જ છે.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…