Pakistan’s Next PM: ‘માઈક તોડુ’ છે શાહબાઝ શરીફ, વીડિયોમાં જુઓ કેવી રીતે સંબોધન બાદ ઉખાડી લે છે Mic

|

Apr 11, 2022 | 6:55 AM

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન(Imran Khan)ને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ રવિવારે વહેલી સવારે નેશનલ એસેમ્બલીની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

Pakistan’s Next PM: માઈક તોડુ છે શાહબાઝ શરીફ, વીડિયોમાં જુઓ કેવી રીતે સંબોધન બાદ ઉખાડી લે છે Mic
shahbaz sharif Viral Video (Twitter)

Follow us on

પાકિસ્તાનની હાલત આ દિવસોમાં ખુબ જ ખરાબ થઈ રહી છે, રસ્તાથી લઈને સંસદ સુધી તેમની તકલીફો દુનિયાની સામે છે. મોંઘવારી તેની ટોચ પર છે, અર્થતંત્ર ગમે ત્યારે દમ તોડી શકે તેમ છે. જ્યાં ઈમરાન ખાન(Imran Khan)નું ન્યુ પાકિસ્તાન દેવાની નદીમાં ડૂબકી મારી રહ્યું છે તો બીજી તરફ ત્યાંની સંસદનું વાતાવરણ બહુ સારું નથી. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ રવિવારે વહેલી સવારે નેશનલ એસેમ્બલીની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં શનિવાર-રવિવારે રાત્રે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ (No-Confidence Motion)પર થયેલા વોટિંગમાં ઈમરાન ખાનનો પરાજય થયો હતો.

જો કે આ વીડિયો ઘણો જૂનો છે, જેમાં શાહબાઝ શરીફ પ્રેસ કોન્ફરન્સ કરતા જોવા મળે છે અને કોઈ સવાલ પર તેઓ ગુસ્સે થઈ જાય છે અને સામે રાખેલા મીડિયાનું માઈક તોડવા લાગે છે. આ દરમિયાન તેની એક્શન પણ જોવા જેવી છે. તેનો આ વીડિયો ટ્વિટર પર @ShivAroor નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને જોયા બાદ લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, ‘આખરે તેમને માઈકથી શું પ્રોબ્લેમ છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘આ ‘માઈક તોડુ’ છે. એક અન્ય યુઝરે લખ્યું કે, પોડોશી મુલ્ક પ્રધાનમંત્રી કોઈ પણ હોય કન્ટેન્ટ હંમેશા ત્યાંથી આવતું રહેશે. આ વીડિયોને સમાચાર લખ્યા ત્યાં સુધી આઠ લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો: છ મહિના પછી બદલાયો વિદેશી રોકાણકારોનો મિજાજ, શેરબજારમાં એપ્રિલમાં અત્યાર સુધીમાં 7707 કરોડની ખરીદી

આ પણ વાંચો: Viral: હાથીઓના ટોળાને જોઈને ભાગ્યા સિંહ, લોકોએ કહ્યું ‘આ પરિસ્થિતિમાં ભાગવું યોગ્ય છે’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article