Viral Video : માત્ર 5 કપડાં ધોવાના 12 હજાર રૂપિયા! હોટલનું બિલ જોઈ વિદેશી વ્લોગર ચોંકી ગયો

Viral Video : હોટલમાં કપડાં ધોવડાવવા માટે કેટલો ખર્ચ થઈ શકે? આ સવાલનો ચોંકાવનારો જવાબ એક વિદેશી વ્લોગરને મળ્યો. માત્ર પાંચ કપડાં ધોવા અને ઇસ્ત્રી કરાવવા માટે હોટલે 40 ડોલરનું બિલ પકડાવ્યું. ભારતીય રૂપિયામાં આ રકમ હજારોમાં થાય છે. આ બિલ જોઈ વ્લોગર પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

Viral Video : માત્ર 5 કપડાં ધોવાના 12 હજાર રૂપિયા! હોટલનું બિલ જોઈ વિદેશી વ્લોગર ચોંકી ગયો
Pakistan Viral Video
| Updated on: Nov 18, 2026 | 11:58 AM

Viral Video :  સોશિયલ મીડિયા પર દુનિયાભરના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે જેને જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ પણ ચોંકીગયા છે. માત્ર પાંચ કપડાં ધોવા અને ઈસ્ત્રી કરાવવાના હજારો રુપિયા ચૂકવવા પડે તો કોઈપણ વ્યક્તિ ચોંકી જાય. આવી ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. એક વિદેશી પ્રવાસીને હોટલની લોન્ડ્રી સર્વિસનું બિલ જોઈને મોટો આંચકો લાગ્યો હતો.એક વિદેશી પ્રવાસીને હોટલની લોન્ડ્રી સર્વિસનું બિલ જોઈને મોટો આંચકો લાગ્યો હતો.

આ ઘટનાની વાત કરીએ તો પાકિસ્તાનની એક હોયલમાં બની હોવાનું સામે આવ્યું છે. અહીં રોકાયેલા એક વિદેશી યુટ્યુબ વ્લોગરે હોટલની લોન્ડ્રી સર્વિસમાં પોતાના માત્ર પાંચ કપડાં ધોવા અને ઇસ્ત્રી કરવા આપ્યાં હતાં. તેને અંદાજ પણ નહોતો કે આ સામાન્ય સર્વિસ માટે આટલી મોટી રકમ ચૂકવવી પડશે.

પાંચ કપડાંનું બિલ 40 ડોલર

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે થોડા સમય બાદ હોટલનો કર્મચારી પાંચેય કપડાં લઈને વ્લોગરની રૂમમાં પહોંચે છે. કપડાં પરત આપતી વખતે કર્મચારીએ તેને 12 હજાર પાકિસ્તાની રૂપિયાથી પણ વધુનું બિલ આપ્યું હતું. અમેરિકન ડોલર પ્રમાણે આ રકમ આશરે 40 ડોલર થાય છે. આટલું મોટું બિલ જોઈને વિદેશી વ્લોગર દંગ રહી ગયો હતો. તે કર્મચારીને પૂછે છે કે માત્ર પાંચ કપડાં ધોવાના આટલા બધા પૈસા કેવી રીતે થઈ શકે?

કર્મચારીએ આપ્યો આવો જવાબ

વિદેશી વ્લોગરના સવાલ પર હોટલના કર્મચારીએ સામાન્ય અંદાજમાં જવાબ આપ્યો કે આ તો સામાન્ય ચાર્જ છે. તેણે વધુમાં કહ્યું કે આ એક્સપ્રેસ સર્વિસ નથી. જો એક્સપ્રેસ સર્વિસ લીધી હોત તો બિલ આનાથી પણ વધારે આવ્યું હોત. કર્મચારીનો આ જવાબ સાંભળીને વ્લોગર વધુ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. જોકે, અંતે તેણે નારાજગી વ્યક્ત કરતાં આખું બિલ ચૂકવી દીધું હતું. ત્યારબાદ તેણે આ અનુભવને ખુલ્લેઆમ છેતરપિંડી ગણાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ યુઝર્સે પણ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. કેટલાક લોકોએ હોટલના મોંઘા ચાર્જની ટીકા કરી છે, તો કેટલાકે વિદેશી પ્રવાસીઓ પાસેથી મનફાવે તેવા પૈસા વસૂલવા અંગે સવાલો ઉઠાવ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી કે શું મોંઘવારી એટલી વધી ગઈ છે કે પાંચ કપડાં ધોવાના પણ 12 હજાર રૂપિયા ચૂકવવા પડે? જ્યારે અન્ય યુઝરે લખ્યું કે આટલા પૈસામાં તો અનેક જગ્યાએ પાંચ નવાં કપડાં ખરીદી શકાય.

જુઓ વીડિયો


આ વીડિયો ફરી એકવાર હોટલની વધારાની સર્વિસના ચાર્જ અને પ્રવાસીઓ પાસેથી વસૂલવામાં આવતી કિંમતો અંગે ચર્ચા જગાવી રહ્યો છે. જોકે, આ એક જ હોટલનો વાયરલ કિસ્સો છે, તેના આધારે તમામ હોટલો અંગે સામાન્ય નિષ્કર્ષ કાઢી શકાય નહીં.

આ પણ વાંચો : હવનમાં બેઠેલા પરિવાર પર તૂટી પડ્યું મધમાખીઓનું ટોળું, CCTV Video જોઈને ચોંકી જશો

Follow Us
Loading...
Unable to load recommendations.