Viral Video: વાઘે બોટની ઉપરથી પાણીમાં લગાવ્યો લાંબો કૂદકો, અદ્ભુત સ્વિમિંગ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

|

Apr 18, 2022 | 3:55 PM

આ વાઘનો વીડિયો (Tiger Video) જૂનો છે, જેને IFS ઓફિસર પરવીન કાસવાને પોતાના ટ્વિટર પર શેયર કર્યો છે. એક મિનિટ 49 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 91 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Viral Video: વાઘે બોટની ઉપરથી પાણીમાં લગાવ્યો લાંબો કૂદકો, અદ્ભુત સ્વિમિંગ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
tiger jump and swim viral video

Follow us on

વાઘ (Tiger) વિશ્વના સૌથી ખતરનાક પ્રાણીઓમાંથી એક છે. જેને ભારતમાં ‘નેશનલ એનિમલ’ પણ કહેવામાં આવે છે. જો કે વાઘની ઘણી પ્રજાતિઓ છે, પરંતુ ભારતમાં જોવા મળતી પ્રજાતિને રોયલ બેંગાલ ટાઈગર તરીકે ઓળખવામાં આવે છે. ભારત ઉપરાંત નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે. જો કે આજકાલ વિશ્વમાં વાઘની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ તેમની વસ્તી વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઘને લગતા અલગ-અલગ પ્રકારના વીડિયો અવાર-નવાર વાયરલ (Viral Videos) થતા હોય છે. જે ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો (Shocking Video) આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વાઘ બોટની ઉપરથી પાણીમાં કૂદતો અને પછી તરીને જંગલમાં જતો જોવા મળે છે. વીડિયોમાં વાઘનું અદ્ભુત સ્વિમિંગ જોઈને લોકો દંગ રહી ગયા.

આખરે આઝાદી કોને ન ગમે? દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સંપૂર્ણપણે મુક્ત હોય, કોઈ બંધનમાં ન હોય, પછી ભલે તે મનુષ્ય હોય કે કોઈ પ્રાણી. બંધનમાં રહીને જો કોઈને આઝાદી મળે છે તો તેની ખુશીનું કોઈ સ્થાન નથી. વાઘને પણ કંઈક આવી જ ખુશી મળી. વાસ્તવમાં જ્યારે બચાવેલા વાઘને સુંદરવન રિઝર્વ પાસે લાવવામાં આવ્યો ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેણે ‘આવ દેખા ન તાવ’, તરત જ હોડીમાંથી જ પાણીમાં કૂદી પડ્યો અને તરતા જંગલ તરફ એટલે કે તેના ઘર તરફ જવા લાગ્યો. સામાન્ય રીતે તમે વાઘને જંગલમાં ફરતા અને દોડતા જોયા હશે, પરંતુ આ વીડિયોમાં તેમનું અદભૂત સ્વિમિંગ પણ જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વાઘ તરીને જંગલમાં ભાગ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ જૂના વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

વીડિયો જુઓ:

IFS ઓફિસર પરવીન કાસવાને આ જૂનો વીડિયો પોતાના ટ્વિટર પર શેયર કર્યો છે. એક મિનિટ 49 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 91 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે વીડિયોને 4 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, વાઘ ઉત્તમ તરવૈયો છે, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, આ વીડિયોએ મારો દિવસ બનાવી દીધો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Funny Photo : ખરાબ નજરથી બચવા માટે લોકો લઈ રહ્યા છે લસણનો સહારો, IPS ઓફિસરે શેયર કરી મજાની તસવીર

આ પણ વાંચો:  Funny: વાંદરાએ શખ્સના ચશ્મા પરત કરવા જબરી ડીલ કરી, લોકોએ કહ્યું ‘સ્માર્ટ મંકી’

Next Article