Video : આ કાકાએ બાઈક પર કર્યા ગજબના સ્ટંટ, એનર્જી જોઈને યુઝર્સે કહ્યુ ” બુસ્ટર ડોઝ કા અસર”

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર yourenaturegram નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

Video : આ કાકાએ બાઈક પર કર્યા ગજબના સ્ટંટ, એનર્જી જોઈને યુઝર્સે કહ્યુ  બુસ્ટર ડોઝ કા અસર
old man doing stunt on bike
| Edited By: | Updated on: Feb 03, 2022 | 7:07 PM

Viral Video : આજકાલ બાળકોથી લઈને વૃધ્ધો સુધી સૌ કોઈમાં સ્ટંટનો (Stunt Video) ચસ્કો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ અવારનવાર સ્ટંટ સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક સ્ટંટ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાકા બાઈક પર ખતરનાક સ્ટંટ (Dangerous Stunt) કરતા જોવા મળે છે. આ વીડિયો જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

સામાન્ય રીતે એવુ કહેવાય છે કે આ જીંદગી ખુબ અમુલ્ય છે, તેથી તેને વેડફવી ન જોઈએ. પરંતુ કેટલાક વ્યક્તિ સ્ટંટના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધમાલ મચાવી રહ્યો છે જેમાં એક કાકા ચાલુ બાઈકે સ્ટંટ કરતા જોવા મળે છે. આ દિલધડક દ્રશ્ય જોઈને તમે પણ દંગ રહી જશો.

યુવાનોની જેમ સ્ટંટ કરતા આ કાકાને જોઈને સૌ કોઈ દંગ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાકા યુવાનોની જેમ જ બાઇક પર બેસીને ખતરનાક સ્ટંટ કરતા દેખાઈ રહ્યા છે. હાઇ સ્પીડમાં બાઇક ચલાવતી વખતે ક્યારેક તેઓ બંને હાથ હેન્ડલ પરથી હટાવી લે છે તો ક્યારેક તેઓ બાઇક પર કૂદતા જોવા મળે છે. આટલું જ નહીં, તે સીટ પરથી કૂદી પડે છે અને તેના બંને હાથ હવામાં લટકાવતા જોવા મળે છે. વીડિયો જોનાર કોઈપણ વ્યક્તિ આ વૃદ્ધ વ્યક્તિની હિંમતની પ્રશંશા કરશે. પરંતુ ક્યારેક આ ખતરનાક સ્ટંટના ચક્કરમાં કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.

જુઓ વીડિયો

સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો yourenaturegram નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને ઘણા લોકોએ તેના પર કમેન્ટ પણ કરી છે. કેટલાક યુઝર્સે આ વૃદ્ધ વ્યક્તિની એનર્જીને કોરોનાના બૂસ્ટર ડોઝની અસર ગણાવી છે, જ્યારે કેટલાક લોકોએ કહ્યુ છે  ‘યમરાજ આજે રજા પર છે.’ આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Jugaad : કાકાએ જુગાડ લગાવીને બનાવી ગજબની સાઈકલ, વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા