Viral: કાકા પોલીસની ગાડી રોકી સાઈરન પર કરવા લાગ્યા ડાન્સ, લોકો બોલ્યા ડર કે આગે જીત હૈ

હાલ એક કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોલીસની કારની સામે જબરદસ્ત રીતે ડાન્સ કરી રહ્યા છે. ત્યારે લોકો આ વીડિયો જોઈ ખુબ હસી રહ્યા છે.

Viral: કાકા પોલીસની ગાડી રોકી સાઈરન પર કરવા લાગ્યા ડાન્સ, લોકો બોલ્યા ડર કે આગે જીત હૈ
| Edited By: | Updated on: Jan 10, 2022 | 10:00 AM

તમે ઘણીવાર ડાન્સર્સ (Dance Viral Videos)ને ગીતની બીટ પર ડાન્સ કરતા જોયા હશે, ડાન્સર્સની અંદર પણ આ અદ્ભુત પ્રતિભા છુપાયેલી છે, તેઓ ગીત સાંભળતાં જ ઝૂમવા લાગે છે. પરંતુ વાત અલગ છે. હાલ કંઈક આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કાકાનો જબરદસ્ત ડાન્સ જોવા મળી રહ્યો છે.

ઘણી વાર તમે જોયું હશે કે જ્યારે પોલીસની ગાડી ગલીમાંથી બહાર આવે છે ત્યારે ભલભલા રસ્તો બદલીને કોઈ ગલીમાં છુપાઈ જાય છે, પરંતુ હાલ જે વીડિયો (Funny Viral Videos) સામે આવ્યો છે તેમાં એક કાકાએ ગજબના ખેલ કર્યા છે. ખરેખર આ કરવામાં ખૂબ હિંમતની જરૂર પડે છે કારણ કે પોલીસની કારને રસ્તા વચ્ચે રોકીને જબરદસ્ત ડાન્સ કરવો સરળ કામ નથી. ત્યારે આ જોઈ લોકો પણ આશ્ચર્યમાં છે.

વાયરલ (Viral Videos) થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાકા પોલીસની કારની આગળ ડાન્સ કરી રહ્યા છે. જ્યારે પોલીસ સાયરન દ્વારા કાકાને હટાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કાકા સાયરનને એક બીટ સમજી તેના પર નાચી રહ્યા છે. અંતે, એક વ્યક્તિ તેમને દૂર કરવા આવે છે પરંતુ કાકા ત્યાંથી ખસતા નથી. આ સિવાય કાકાનો ડાન્સ જોવા માટે પણ ત્યાં ભીડ એકઠી થઈ જાય છે અને લોકો જોરથી હસવા લાગે છે.

કાકાની આ સ્ટાઈલને લોકો સોશિયલ મીડિયા (Social Media) પર પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા લોકોએ તેના પર ફની કમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું, ‘અંકલની સ્ટાઈલ ખરેખર વિચિત્ર છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘અંકલ જો પોલીસ બહાર આવી જશે તો જિપ્સીમાં લઈ જઈ ખૂબ મારશે.’ અન્ય એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, ‘અંકલ ગભરાશો નહીં. ડરની સામે જીત છે.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આના પર ફની કમેન્ટ્સ કરી.

હવે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ તે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ ફની વીડિયો ઈંસ્ટાગ્રામ (Instagram) પર ghantaa નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખ્યા ત્યાં સુધી લાખો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો: WhatsApp Tips: WhatsApp પર બ્લોક કરનારને પણ મોકલી શકાય છે મેસેજ, ફોલો કરો આ બે સ્ટેપ

આ પણ વાંચો: Viral: કૂતરાએ બિલાડી પાસેથી બોલ છીનવવાની કરી કોશિશ, પરંતુ બિલાડીનો રૂઆબ તો જુઓ

Published On - 9:59 am, Mon, 10 January 22