Video : નર્સે પોતાના ડાન્સથી લકવાગ્રસ્ત દર્દીના જીવનમાં ભર્યો જુસ્સો, ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

તાજેતરમાં એક ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. જેમાં એક નર્સ પોતાના ડાન્સ દ્વારા દર્દીના જીવનમાં જુસ્સો લાવવાની કોશિશ કરે છે.

Video : નર્સે પોતાના ડાન્સથી લકવાગ્રસ્ત દર્દીના જીવનમાં ભર્યો જુસ્સો, ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ
Nurse dance in infront of paralyzed patient
| Edited By: | Updated on: Jan 26, 2022 | 7:11 PM

Viral Video :  સામાન્ય રીતે એવુ કહેવાય છે કે, હોસ્પિટલનું (Hospital) વાતાવરણ સારા માણસને પણ બીમાર બનાવે છે. દરેક જગ્યાએ દર્દીઓને જોઈને સ્વસ્થ લોકો પણ મુંઝવણ અનુભવે છે, ત્યારે જે લોકો હોસ્પિટલમાં દાખલ છે તેમની શું હાલત હશે,તેની તમે કલ્પના પણ નહીં કરી શકો. જો કે, વ્યક્તિ ગંભીર રીતે બીમાર હોય એવી સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડે છે.

હોસ્પિટલોમાં સારવારની સાથે જો ડોકટરો, નર્સો (Nurse) અને તબીબી સ્ટાફનો સહયોગ મળે તો દર્દીની સાજા થવાની શક્યતા વધી જાય છે. હોસ્પિટલ અને નર્સને લગતો એક ખૂબ જ શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ખુશ થઈ જશે.

લકવાગ્રસ્ત દર્દીને આ રીતે નર્સ કરાવી કસરત

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક નર્સ લકવાગ્રસ્ત દર્દીને ડાન્સ કરવા મજબૂર કરે છે અને દર્દી તેના તમામ દુ:ખ ભૂલીને આ ડાન્સમાં ડૂબી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બેકગ્રાઉન્ડમાં એક સોંગ વાગી રહ્યું છે અને નર્સ ડાન્સિંગ સ્ટાઈલમાં ડાન્સ કરી રહી છે અને પેશન્ટને પણ સાથે ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન, દર્દી પણ ખૂબ ખુશ દેખાય છે અને તાલ સાથે મસ્તીમાં ઝૂલતા જોવા મળે છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ હૃદયસ્પર્શી વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘નર્સે ડાન્સ કરીને લકવાગ્રસ્ત દર્દીને ઉત્સાહ સાથે ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ કરાવી. જ્યારે દર્દીઓ સાજા થાય છે, ત્યારે તેઓ તમામ ડોકટરોનો આભાર માને છે. પરંતુ નર્સો અને અન્ય તબીબી સ્ટાફ જે પ્રેમાળ સારવાર આપે છે તેના માટે ‘આભાર’ એ બહુ નાનો શબ્દ છે.

આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Comments)  આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ચાલુ ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયો આ યુવક,RPF જવાને દેવદૂત બનીને બચાવ્યો જીવ,જુઓ VIDEO