Video: નાઈજીરિયન કલાકારોએ રિક્રિએટ કર્યો ભારતીય ટીવી સીરિયલનો જબરદસ્ત સીન, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

|

Apr 06, 2022 | 7:17 AM

તાજેતરમાં નાઇજીરિયન ક્રિએટર્સએ ભારતીય ટીવી સિરિયલોમાં વારંવાર બતાવવામાં આવતા એક ફની (Funny Video) સીનને રીક્રિએટ કર્યો છે. જે જોયા પછી તમે ચોક્કસપણે હસવાનું રોકી શકશો નહીં.

Video: નાઈજીરિયન કલાકારોએ રિક્રિએટ કર્યો ભારતીય ટીવી સીરિયલનો જબરદસ્ત સીન, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો
Nigerian Creators (Twitter)

Follow us on

જો તમે ટીવી પર સિરિયલો વગેરે જોતા હશો તો તમને વધુ સારી રીતે ખબર હશે કે ભારતીય ટીવી સિરિયલો (Indian TV Serial) સમજ અને તર્ક સાથે ખૂબ જટિલ સંબંધ ધરાવે છે. ગોપી બહુ લેપટોપ ધોતી હોય કે સિમર એક માખીમાં બદલવાની વાત, આ અદ્ભુત ટીવી સીનએ લોકોને ખૂબ હસાવ્યા છે. હવે એવું લાગે છે કે ભારતીય ટીવી સિરિયલોની લોકપ્રિયતા હદ વટાવીને નાઈજીરિયામાં પણ પહોંચી ગઈ છે. વાસ્તવમાં, તાજેતરમાં નાઇજીરિયન ક્રિએટર્સએ ભારતીય ટીવી સિરિયલોમાં વારંવાર બતાવવામાં આવતા એક ફની (Funny Video) સીનને રીક્રિએટ કર્યો છે. જે જોયા પછી તમે ચોક્કસપણે હસવાનું રોકી શકશો નહીં.

વાસ્તવમાં, ટીવી સિરિયલોમાં આવા દ્રશ્યો બતાવવામાં આવે છે, જે વિજ્ઞાનને પણ નિષ્ફળ કરતા જોવા મળે છે. તમે કોઈ ને કોઈ સિરિયલમાં જોયું જ હશે કે અભિનેત્રી છત કે સીડી પરથી પડી જવાની હોય છે અને અભિનેતા ગમે તેટલો દૂર હોય, તે સ્લો મોશનમાં ઝડપથી દોડીને આવે છે અને અભિનેત્રીને પડતાં બચાવે છે. નાઈજીરિયાના કલાકારોએ આવા જ એક સીનને રિક્રિએટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોને હસાવ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાયરલ વીડિયોમાં પોલ કાસ્ટા નામનો વ્યક્તિ પ્રજ્ઞાનું પાત્ર ભજવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સીડી પર ચઢતી વખતે પ્રજ્ઞા અચાનક પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને તે ધીમી ગતિમાં પડવા લાગે છે. આ જોઈને પ્રજ્ઞાની બહેન તનુએ તેના પતિ રાજુને ફોન કર્યો, જે ઓફિસ જવા નીકળ્યો હતો, ત્યારબાદ રાજુ દોડીને આવે છે. આ સમય દરમિયાન પ્રજ્ઞા હજુ પણ પડી રહી હતી, ત્યારબાદ રાજુ ઝડપથી સીડી પર ચઢી જાય છે અને તેને પડતાં બચાવે છે.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @KhalidBaig85 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 57 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 28 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે વીડિયોને 4 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. તે જ સમયે, વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ પ્રકારની ફની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘ક્યા દિખા દિયા યાર… અબ હાર્પિક સે આંખે ધોની પડેંગી’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘સારું છે કે હું અંધ છું’.

આ પણ વાંચો: દિલ્હીમાં હવે ત્રણને બદલે એક મ્યુનિસિપલ કોર્પોરેશન હશે, MCD સંશોધન બિલ રાજ્યસભામાં પસાર થયું

આ પણ વાંચો: હવેલી લેતા વડોદરુ ખોયું, રાજ્યસભામાં અમિત શાહે કેમ ઉચ્ચારી આ વાત, જુઓ વિડીયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article