નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે રવિવારે પોખરા એરપોર્ટ નજીક નેપાળી પેસેન્જર પ્લેન ક્રેશ થયા બાદ સુરક્ષા કર્મચારીઓ અને તમામ સરકારી એજન્સીઓને અસરકારક બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના અત્યાર સુધીમાં 40 મૃતદેહો મળી આવ્યા છે. આ દરમિયાન, વિમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વિમાન હવામાં પલટી ગયું અને કહેવામાં આવી રહ્યું છે કે તે પર્વત સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું.
Video of what seems to be moments before the crash of Yeti Airlines🇳🇵 ATR72 carrying 72 passengers near Pokhara Airport#aerowanderer #aviation #avgeek #nepal #yetiairlines pic.twitter.com/hk12Edlvpf
— Aerowanderer (@aerowanderer) January 15, 2023
વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાને તરત જ કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના વિશે પૂછપરછ કરવા માટે રવાના થયા હતા. કાઠમંડુથી પોખરા જતી ફ્લાઈટમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. જેમાં 10 વિદેશી નાગરિકો પણ સામેલ હતા.
સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) એ જણાવ્યું કે યેતી એરલાઈન્સના 9N-ANC ATR-72 વિમાને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ઉડાન ભરી હતી. હિમાલયના આ દેશમાં પોખરા એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું.
#WATCH | A passenger aircraft crashed at Pokhara International Airport in Nepal today. 68 passengers and four crew members were onboard at the time of crash. Details awaited. pic.twitter.com/DBDbTtTxNc
— ANI (@ANI) January 15, 2023
નેપાળના મીડિયા અનુસાર આ ઘટના જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે બની હતી. આ મુજબ યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું છે કે, વિમાનમાં 68 મુસાફરો હતા. આ સાથે એવી માહિતી પણ મળી રહી છે કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની છે. વિમાન પહાડી સાથે અથડાયા બાદ ક્રેશ થયું અને નદીમાં પડ્યું.
Published On - 2:40 pm, Sun, 15 January 23