
સોશિયલ મીડિયાની દુનિયા એવી છે કે તે છુપાયેલી પ્રતિભાઓને એક નવું પ્લેટફોર્મ આપે છે અને તેમને આખી દુનિયા સમક્ષ ઓળખ આપે છે. એક સમય હતો જ્યારે શાળામાં સારું ગાતા અથવા પ્રદર્શન કરતા બાળકો ફક્ત તેમના મિત્રો અને શિક્ષકો જ ઓળખતા હતા, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે.
આજે એક નાનો વીડિયો પણ લાખો લોકો સુધી પહોંચી શકે છે અને કોઈને રાતોરાત સ્ટાર બનાવી શકે છે. સોશિયલ મીડિયાએ દરેક પ્રતિભાશાળી વ્યક્તિને એવી તક આપી છે જ્યાં તેમની પ્રતિભા ફક્ત શાળાની ચાર દિવાલો સુધી મર્યાદિત નથી પરંતુ વિશ્વના દરેક ખૂણામાં જોવા મળે છે અને પ્રશંસા કરવામાં આવે છે.
આવો જ એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. જેમાં પુણેની એક શાળાના બાળકોએ કંઈક એવું કર્યું જાણે તેઓ શાળાના ડેસ્ક પર સંગીતનો જાદુ ફેલાવી રહ્યા હોય. ખરેખર આ બાળકોએ શાળાના ડેસ્ક પર ભૂમિતિ બોક્સ, બેન્ચ અને પાણીની બોટલ વડે એવા અદ્ભુત બીટ્સ વગાડ્યા કે શ્રોતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈએ આ અનોખા પ્રદર્શનનો વીડિયો રેકોર્ડ કર્યો, જે હવે વાયરલ થઈ ગયો છે. આ વીડિયો જોયા પછી લોકો કહી રહ્યા છે કે ફક્ત પ્રોફેશનલ જ સંગીતકારો જ આવી લય બનાવી શકે છે!
આ પર્ફોર્મન્સ Project Asmi નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યું હતું. જેને અત્યાર સુધીમાં 30 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોમાં બાળકો તેમની સર્જનાત્મકતાથી અદ્ભુત બીટ્સ બનાવી રહ્યા છે, જેના કારણે વર્ગના અન્ય વિદ્યાર્થીઓ પણ નાચવા લાગ્યા.
બાળકોની આ અનોખી પ્રતિભા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેના વખાણ કરતા થાકતા નથી. ઘણા લોકોએ તેને ‘ઈન્ડિયન ટેલેન્ટ કા અસલી નમુના’ ગણાવ્યું, જ્યારે કેટલાકે લખ્યું કે ‘કોઈપણ સંગીત વાદ્ય વિના આવું પર્ફોર્મન્સ આપવું પ્રશંસનીય છે.’
આ પણ વાંચો: દેશી ટેલેન્ટ! માણસ માટે નહીં પણ ગાય-ભેંસ માટે બનાવ્યું કુલર, Viral Video જોઈને તમે પણ કહેશો- વાહ શું વાત છે
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
Published On - 2:05 pm, Thu, 10 July 25