ગત વર્ષે આવેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું કેસરિયા સોંગ ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. જેનુ કારણ છે સિંગર સ્નેહદીપસિંહ. PM મોદીએ સિંગર સ્નેહદીપના આ સોંગનો વીડિયો તેમના ટ્વીટર હેંડલ પર ટ્વીટ કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનું શ્રેષ્ઠ કમ્પોઝિશન ગણાવ્યુ છે.
Came across this amazing rendition by the talented @SnehdeepSK. In addition to the melody, it is a great manifestation of the spirit of ‘Ek Bharat Shreshtha Bharat.’ Superb! pic.twitter.com/U2MA3rWJNi
— Narendra Modi (@narendramodi) March 17, 2023
‘કેસરિયા’ સોંગ ઘણુ હિટ રહ્યુ છે. જો કે ફરી એકવાર સોંગની ચર્ચા થઈ રહી છે. સ્નેહદીપે આ સોંગને ભારતની પાંચ ભાષાઓમાં ગાયુ છે. જેમા મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ અને હિંદીમા ગાયુ છે. આ સોંગનો વીડિયો અનેકવાર જોવાઈ ચુક્યો છે. હવે પીએમ મોદીએ પણ સ્નેહદીપની પ્રશંસા કરી છે.
PM મોદીએ આ સોંગનો વીડિયો ટ્વીટ કરતા લખ્યુ છે કે આ અદ્દભૂત પ્રસ્તુતીને જુઓ. સ્નેહદીપ સિંહના મધુર અવાજ ઉપરાંત આ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની મહાન અભિવ્યક્તિ છે. શાનદાર ! એકજૂટ ભારતનો સંદેશ આપતા સોંગનો વીડિયોની ઘણી પ્રશંસા થઈ રહી છે.
PM મોદી ઉપરાંત દેશની અન્ય હસ્તીઓએ પણ આ વીડિયો શેર કર્યો છે. નામાંકિત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ આ વીડિયોને રીટ્વીટ કર્યો છે. આનંદ મહિન્દ્રએ લખ્યુ છે કે ઘણુ જ સુંદર. ભારત એક્દમ આવુ જ સાઉન્ડ કરે છે.
Just beautiful. This is what an UNBREAKABLE, united India sounds like… https://t.co/HkKSgrNa2y
— anand mahindra (@anandmahindra) March 17, 2023
અન્ય લોકોએ પણ તેની પ્રશંસા કરી છે. લોકોને સ્નેહદીપનું આ સોંગ ઘણુ પસંદ આવી રહ્યુ છે. સ્નેહદીપસિંહ સિંગર છે અને તે તેના યુટ્યુબ ચેનલ પર સોંગ્સ સાથે એવા પ્રયોગ કરતા રહે છે.
આ પણ વાંચો: વિપક્ષમાં જ વિભાજન, એક મુદ્દા પર સરકારનો વિરોધ કરવા અલગ અલગ પ્લેટફોર્મ, શું 2024 માટે PM મોદીનો રસ્તો સાફ?