Funny Video: મલાડના રોડ પર આ વ્યક્તિએ માલદીવની મજા માણી, વીડિયો તમે પણ શેર કર્યા વિના નહી રહી શકો

|

Jul 10, 2022 | 10:15 AM

આ ફની વીડિયો (Funny Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'આ વ્યક્તિ મલાડને માલદીવ માની રહ્યો છે. ભીગી-ભીગી સડકો પર તેરા ઈન્તજાર કરૂં. માત્ર 11 સેકન્ડના આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે.

Funny Video: મલાડના રોડ પર આ વ્યક્તિએ માલદીવની મજા માણી, વીડિયો તમે પણ શેર કર્યા વિના નહી રહી શકો
Mumbai rains Viral video

Follow us on

દેશની રાજધાની દિલ્હી હજુ પણ ચોમાસાના (Monsoon) વરસાદ માટે તરસી રહી છે તો બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈ ભારે વરસાદને (Mumbai Rains) કારણે જળબંબાકાર થઈ ગયું છે. શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયા (Waterlogged) છે, જ્યારે ઘણા વિસ્તારો પાણી ભરાઈ જવાથી ઝઝૂમી રહ્યા છે. અંધેરી હોય કે કુર્લા-ચેમ્બુર કે સાકીનાકા, દરેક જગ્યાએ માત્ર પાણી જ દેખાય છે. એટલે કે એકંદરે મુંબઈ ભારે વરસાદના કારણે પરેશાન થઈ ગયું છે. આ ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાની વચ્ચે એક ખૂબ જ ફની વીડિયો (Funny Video) વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ મલાડના રોડ પર માલદીવની મજા લેતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે ચોક્કસ હસશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પાણી ભરાઈને રસ્તા પર આરામથી પડેલો છે. ગાડીઓ આવી રહી છે અને તેને માથાથી પગ સુધી ભીંજવી રહી છે, પરંતુ તેને કોઈ ફરક પડતો નથી. તે રસ્તા પર પાણીની વચ્ચે સૂઈ રહ્યો છે જાણે બીચ પર હોય અને દરિયાના મોજાનો આનંદ માણી રહ્યો હોય. પરંતુ તેને કદાચ ખ્યાલ નથી કે દરિયાનું પાણી સ્વચ્છ હોય છે, પરંતુ તે જ્યાં પડેલો છે, તે પાણી કેટલું ગંદુ છે અને તે અનેક રોગોનું કારણ બની શકે છે. સામાન્ય રીતે ગટરનું પાણી પણ રસ્તાઓ પર ભરાયેલું રહેતું હોય છે, આવા પાણીમાં કોને પાણીથી નહાવાનું મન થાય. બની શકે કે તે વ્યક્તિ પાગલ હોય અથવા દારૂના નશામાં આવું કૃત્ય કરી રહી હોય, પરંતુ તે જે પણ હોય, આ વીડિયો ખૂબ જ રમુજી છે.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

વરસાદનો આ ફની વીડિયો જુઓ…..

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શાહિદ ખાન (@iamshahidkhan42) નામના વ્યક્તિએ શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ વ્યક્તિ મલાડને માલદીવ માની રહ્યો છે. ભીગી-ભીગી સડકો પર તેરા ઈન્તજાર કરૂં. માત્ર 11 સેકન્ડના આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. તમે ઘણા લોકોને બીચ પર સૂતા અને મસ્તી કરતા જોયા હશે, પરંતુ તમે ભાગ્યે જ કોઈને રસ્તાની વચ્ચે આ રીતે મજા લેતા જોયા હશે.

Next Article