
Mumbai Metro ની યલો લાઇન પર એક હૃદયદ્રાવક ઘટના બની, જ્યાં એક 2 વર્ષનો બાળક પોતાનો જીવ જોખમમાં મૂકીને બચી ગયો. આ ઘટના ત્યારે બની જ્યારે બાળક કોચમાંથી બહાર નીકળીને મેટ્રોનો દરવાજો બંધ થાય તે પહેલાં પ્લેટફોર્મ પર પહોંચ્યો, જ્યારે તેના માતાપિતા ટ્રેનની અંદર જ રહ્યા. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે, જેમાં મેટ્રો સ્ટાફની ઝડપી કાર્યવાહી અને સતર્કતાની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
આ વીડિયો મહા મુંબઈ મેટ્રો કોર્પોરેશન @MMMOCL_Official દ્વારા સોશિયલ સાઇટ X પર શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય ત્યાં સુધી, આ પોસ્ટ 46 હજારથી વધુ વખત જોવામાં આવી છે. આ ઘટના મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકી હોત પરંતુ મેટ્રો સ્ટાફની સમજદારીએ એક નિર્દોષનો જીવ બચાવ્યો.
Alertness and quick response save the day!
At Bangur Nagar Metro Station, little did anyone expect a 2-year-old to step out of the train alone just as the doors were closing. But thanks to the sharp eyes of our Station Attendant Sanket Chodankar, a potential mishap was… pic.twitter.com/CJYzsD5pVK
— Maha Mumbai Metro Operation Corporation Ltd (@MMMOCL_Official) June 30, 2025
ઘણા નેટીઝન્સે આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપીને મેટ્રો સ્ટાફની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, સ્ટાફની ઝડપી કાર્યવાહીને કારણે બાળકનો જીવ બચી ગયો. બીજા યુઝરે માતાપિતાની બેદરકારી પર કોમેન્ટ્સ કરતા કહ્યું કે, માતાપિતા તેમના બાળકો પર ધ્યાન આપતા નથી અને બાદમાં સ્ટાફને દોષ આપે છે.
આ પણ વાંચો: Viral Video: નાના દેડકાંએ હાથીને ડરાવ્યો, ગજરાજ કરી રહ્યા હતા સ્નાન, રિએક્શન છે જોવા જેવું
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
Published On - 11:52 am, Wed, 2 July 25