Video: ઉંદર અને બિલાડી વચ્ચે ગાઢ મિત્રતા ! બિલાડીના ખોળામાં રમતા આ ઉંદરને જોઈને લોકોના હોંશ ઉડી ગયા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલાડીના બાજુમાં ઉંદર બેઠું છે. આ દરમિયાન બિલાડીની માલિક ઉંદરને પૂંછડીથી પકડીને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આશ્ચર્યજનક રીતે ઉંદર બિલાડી (Cat)  પાસે પાછો જાય છે અને ગરદન નીચે રાખી બેસી જાય છે.

Video: ઉંદર અને બિલાડી વચ્ચે ગાઢ મિત્રતા ! બિલાડીના ખોળામાં રમતા આ ઉંદરને જોઈને લોકોના હોંશ ઉડી ગયા
mouse and cat friendship video goes viral
| Edited By: | Updated on: Nov 01, 2021 | 5:07 PM

Viral Video: એવું લાગે છે કે ઉંદર અને બિલાડી વચ્ચેની સદીઓ જૂની દુશ્મનાવટ ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે. આજકાલ બિલાડી અને ઉંદરની મિત્રતાનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને તમારી આંખો પર પણ વિશ્વાસ નહીં થાય. વાયરલ થયેલા વીડિયોમાં ઉંદર બિલાડીના ખોળામાં નિર્ભયતાથી આરામ કરતો જોવા મળે છે. જ્યારે બિલાડી પણ તેને ગળે લગાડતી અને સ્નેહ કરતી જોવા મળે છે.

 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલાડીના બાજુમાં ઉંદર બેઠું છે. આ દરમિયાન બિલાડીની માલિક ઉંદરને પૂંછડીથી પકડીને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આશ્ચર્યજનક રીતે ઉંદર બિલાડી (Cat)  પાસે પાછો જાય છે અને ગરદન નીચે રાખી બેસી જાય છે. બીજી જ ક્ષણે એક વધુ આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળે છે. જ્યારે ઉંદર બિલાડીની પાસે નિર્ભયપણે રમતો જોવા મળે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

 

જુઓ વીડિયો

 

વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે બિલાડી અને ઉંદર વચ્ચે ગાઢ મિત્રતા(Friendship) હશે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર hepgul5 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

 

 

આ પણ વાંચો: Video : દિવાળીના તહેવાર અગાઉ વાંદરાઓ તૈયાર થવામાં વ્યસ્ત ! જંગલમાં બ્યુટી પાર્લર જેવો નજારો જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

 

આ પણ વાંચો: Video : આ વ્યક્તિએ ફસાયેલા ટ્રેક્ટરને કાઢવા ગજબનુ દિમાગ લગાવ્યુ, જોઈને લોકોએ કહ્યુ ” આ એક ગુજ્જુ જ કરી શકે”