
Singing Video: ગીત-સંગીત દરેક વ્યક્તિની અંતરઆત્માને શાંતિ અને આનંદ આપવાનું માધ્યમ બને છે. દુનિયામાં દરેક વ્યક્તિની સંગીત અંગેની પોતાની અલગ પસંદ હોય છે. કેટલાક લોકોને જૂના બોલિવૂડ ગીતો, કેટલાકને રોમેન્ટિક ગીતો અને કેટલાક લોકોને પાર્ટી-ડિસ્કોના ગીતો વધારે પસંદ હોય છે. ગીત-સંગીત માણસને તણાવમાંથી બહાર લાવવાની જડ્ડીબુટ્ટી બને છે. હાલમાં સોશિયલ મીડિયા પર મા-દીકરીનો એક વીડિયો ભારે વાયરલ (Viral) રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં મા-દીકરીની જોડી લતા મંગેશકર અને મોહમ્મદ રફીનું જૂનુ અને પ્રખ્યાત ગીત સંભળાવીને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. તેઓ વર્ષ 1968માં રિલીઝ થયેલી ફિલ્મ ઈજ્જતનું ગીત “યે દિલ તુમ બિન કહીં લગતા નહીં, હમ ક્યા કરે…” ખુબ સરસ રીતે ગાઈ રહ્યા છે. ગીતની શરુઆતમાં દીકરીનો મધૂર સ્વર સાંભળવા મળી રહ્યો છે. બંને મા-દીકરી કોયલની જેમ ગીતો ગાતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ
આ પણ વાંચો : Animal Cute Video : હેલ્થ કોન્શિયસ ‘બિલ્લી માસી’, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા અનેક વીડિયો વાયરલ થતા રહે છે. આ વીડિયો bharatsingers નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારોની સંખ્યામાં લાઈક મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આન્ટી એ સિંગિંગથી મારુ દીલ જીતી લીધું. બીજા એક યુઝરે લખ્યું છે કે, બંનેનો અવાજ મધુર છે. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, જ્યારે માતા એ સિગિંગ શરુ કર્યું ત્યારે મારી આંખોમાં આંસૂ આવી ગયા. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી.
આ પણ વાંચો : Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો