દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો કે તેમ છતાં લોકો દારૂ પીવાનું બંધ કરતા નથી. આજકાલ યુવાનોમાં પણ દારૂ પીવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં, તેઓ તેને એક શોખ તરીકે પીવે છે, પરંતુ જ્યારે તે ધીમે ધીમે આદત બની જાય છે, પછી તેને છોડવું અશક્ય બની જાય છે.
તમે આવી ઘણી વાર્તાઓ સાંભળી અને જોઈ હશે, જેમાં દારૂના કારણે ઘર બરબાદ થઈ જાય છે. માણસો દારૂ પીતા હોય એ તો વાત છે, પણ શું તમે ક્યારેય વાંદરાને દારૂ પીતો જોયો છે? હા, આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેમાં એક વાંદરો (Monkey Funny Viral Video) દારૂ પી રહ્યો છે અને ત્યાર બાદ તેણે ગજબના ખેલ કર્યા છે.
તમે માણસોને નશામાં જોયા જ હશે. ઘણા લોકો એવા હોય છે જેઓ દારૂ પીધા પછી હોશ ગુમાવી દે છે અને અજીબોગરીબ કામ કરવા લાગે છે. આલ્કોહોલ પીવાની સૌથી મોટી આડ-અસર છે ડગલું ચાલવું. વાઈરલ થઈ રહેલા વીડિયો (Funny Viral Videos)માં વાંદરો સરખું ચાલી શકતો નથી, પરંતુ તે અજીબોગરીબ કામ કરતો જોવા મળે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરો એક મોટી બોટલમાં વાઈન જેવી કોઈ વસ્તુ પી રહ્યો છે અને પીધા પછી એવું લાગે છે કે તે ધીરે ધીરે હોશ ગુમાવી રહ્યો છે. તે આજુબાજુ જોવાનું શરૂ કરે છે અને પછી તેના પગ ઉંચા કરીને હાથ પર ચાલવા લાગે છે.
Celebrations on new year eve😀😀
(Just for fun) pic.twitter.com/bHaJH1cyn7
— Susanta Nanda IFS (@susantananda3) January 2, 2022
જોકે, સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આ વીડિયોમાં બે ક્લિપ્સ મર્જ કરવામાં આવી છે. તે ગમે તે હોય, પરંતુ આ વીડિયો ખૂબ જ ફની છે, જેને જોયા પછી તમે પણ હસ્યા વગર નહીં રહી શકો. આ વીડિયોને IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલ પર શેર કર્યો છે, જેના પર અત્યાર સુધીમાં 58 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.
ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘દમ મારો દમ મુમેન્ટ, મુજકો યારો માફ કરના મેં નશે મેં હું, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘આ ફ્રી ડિલિવરી સ્કીમની આડ અસર છે’. એ જ રીતે અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે, ‘જંગલમાં મંગલ’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે, ‘અપના અપના તરીકા હે સેલિબ્રેટ કરને કા’.
આ પણ વાંચો: નવોદય વિદ્યાલયમાં 82 બાળક કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, કુલ 488 બાળકોનો કરાયો હતો કોરોના ટેસ્ટ