Viral Video: વાંદરાએ છરીની બરાબર અણી કાઢી, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘ આર પારની લડાઈ થશે’

|

Dec 11, 2021 | 8:05 AM

ઘણીવાર તમે જોયું હશે કે વાંદરાઓની મોટાભાગની આદતો માણસો સાથે મળતી આવે છે. આ જ કારણ છે કે ઘણી વખત આપણને સોશિયલ મીડિયા પર આવા વીડિયો જોવા મળે છે જેમાં વાંદરાઓ માણસોની જેમ નકલ કરે છે. આવું જ કંઈક આ વીડિયોમાં પણ સામે આવ્યું છે.

Viral Video: વાંદરાએ છરીની બરાબર અણી કાઢી, વીડિયો જોઈ લોકો બોલ્યા  આર પારની લડાઈ થશે
Monkey Funny Viral Video

Follow us on

વાંદરાઓ તેમના તોફાન માટે જાણીતા છે, પછી ભલે તે ગમે તે પ્રકારનો હોય. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા (Social Media)પર વાંદરાઓના વીડિયો ખાસ કરીને ફની વીડિયો (Funny Viral Videos)ને ખૂબ પસંદ કરવામાં આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વાનરનો એક વીડિયો (Viral Videos)સામે આવ્યો છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં વાંદરો એક મોટી છરીની ધાર કાઢતો જોવા મળે છે. વીડિયો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે અને પૂછી રહ્યા છે કે આખરે વાંદરાને કોની સામે બદલો લેવો છે ભાઈ. આપણે બધા જાણીએ છીએ કે ઘણીવાર તમે જોયું જ હશે કે વાંદરા (Monkey Funny Viral Video)ઓની મોટાભાગની આદતો માણસો જેવી જ હોય છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ જ કારણ છે કે ઘણી વખત આપણને સોશિયલ મીડિયા પર આવા વીડિયો જોવા મળે છે જેમાં વાંદરાઓ માણસોની જેમ નકલ કરે છે. આવું જ કંઈક આ દિવસોમાં પણ સામે આવ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો પોતાના હાથમાં એક મોટી છરી ઉપાડે છે અને વાસણમાં રહેલા પાણીથી છરી ભીની કરે છે અને પછી તેને પથ્થર પર ઘસે છે. જેમ છરીની ધાર તેજ થાય છે તેમ વાંદરો વારંવાર છરી તરફ જુએ છે, તેના પર પાણી નાખે છે અને ફરીથી તેને ખૂબ જ ઝડપથી પથ્થર પર ઘસવા લાગે છે.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો IPS ઓફિસર રૂપિન શર્માએ શેર (Twitter)કર્યો છે. શેર કરવાની સાથે તેણે તેને કેપ્શન આપ્યું અને લખ્યું, ‘અમે તૈયાર છીએ’, સમાચાર લખ્યા ત્યાં સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર લગભગ 4 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ અંગે તેમના પ્રતિભાવ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કોમેન્ટ દ્વારા તેમની પ્રતિક્રિયાઓ આવી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘લાગે છે કે આજે આરપારની લડાઈની તૈયારી કરી રહ્યો છે.’ અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું, ‘ તે ધાર તેજ કર્યા બાદ તેનું શું કરશે. ‘

આ પણ વાંચો: Crime: લો બોલો હવે ઈન્ટનેટ ડેટાની પણ ચોરી ! ફાઈબર કેબલમાં લંગરીયું નાખી ડેટા ચોરી કરતો અઠંગ ચોર ઝડપાયો

આ પણ વાંચો: રવી સીઝનમાં ઘઉંનુ વાવેતર ગત વર્ષ કરતાં ઓછું, કઠોળ અને તેલીબિયાંના વાવેતર વિસ્તારમાં વધારો

Next Article