Viral: વાદરાનો એનર્જી ડ્રિંક પીવાનો અંદાજ લોકોને ખુબ આવ્યો પસંદ, યુઝર્સે કંઈક આ રીતે આપી પ્રતિક્રિયા

એક વાનરનો ફની વીડિયો (Monkey viral video) ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે તમને ચોક્કસ હસાવશે. આ વીડિયો એક વાનરનો છે, જે તોફાન કરતો જોવા મળી રહ્યો છે.

Viral: વાદરાનો એનર્જી ડ્રિંક પીવાનો અંદાજ લોકોને ખુબ આવ્યો પસંદ, યુઝર્સે કંઈક આ રીતે આપી પ્રતિક્રિયા
Monkey Funny video (Image Credit Source: Instagram)
| Edited By: | Updated on: Feb 22, 2022 | 7:55 AM

તમે વાંદરાઓને જોયા જ હશે કે તેઓ કેવી રીતે કૂદા-કુદ કરતા હોય છે. ઘણી જગ્યાએ તો એવું પણ જોવા મળે છે કે વાંદરાઓ લોકોના હાથમાંથી કોઈ પણ વસ્તુ છીનવીને ભાગી જાય છે. જો કે ઘણા એવા વાંદરાઓ છે જેમને ખાવા માટે કંઈ આપવામાં આવે તો તેઓ સામાન પરત કરી દે છે. આ જ કારણ છે કે વાંદરાઓને પણ સૌથી તોફાની, ચપળ અને બુદ્ધિશાળી જીવ માનવામાં આવે છે. વિવિધ જંગલી પ્રાણીઓ (Wild Animals)ના વીડિયોના લિસ્ટમાં એક વાનરનો ફની વીડિયો (Monkey viral video) ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે તમને ચોક્કસ હસાવશે. આ વીડિયો એક વાનરનો છે, જે તોફાન કરતો જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ ફની વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો એનર્જી ડ્રિંક પીને મસ્તી કરી રહ્યો છે. આ પીણું પીતી વખતે, તે એક ક્ષણ માટે પણ બ્રેક લેતો નથી અને એક શ્વાસમાં, એનર્જી ડ્રિંકને સંપૂર્ણપણે ખાલી કરી દે છે. પીણું પૂરું કર્યા પછી, વાંદરાએ આપેલી અનોખી પ્રતિક્રિયા જોઈને દરેક વ્યક્તિના દિલ હારી જતા જોવા મળે છે. જેને જોઈને દરેક લોકો આશ્ચર્યની સાથે સાથે હસવા પર મજબૂર થઈ જાય છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે મને લાગે છે કે આ વાંદરો કૂદીને ખૂબ જ થાકી ગયો હશે. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે આ વીડિયો જોયા પછી મને મારા જિમ પાર્ટનરની યાદ આવી ગઈ.’ અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું, ‘આ ક્લિપનો સૌથી મજેદાર ભાગ વાંદરાની પ્રતિક્રિયા હતી, અદ્ભુત! આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી છે.

આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ વીડિયોને Instagram પર earthlocus નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં હજારો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો પર લોકોએ ફની કોમેન્ટ્સ પણ કરી છે. આ વીડિયો પર તમારી પ્રતિક્રિયા શું છે, તમારો જવાબ અમને કોમેન્ટ કરીને જણાવો.

આ પણ વાંચો: Viral: અસલી પવન ઉડાવી ગયા શખ્સના નકલી વાળ, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

આ પણ વાંચો: Nano Urea liquid: ગામે-ગામ નેનો યુરિયાના ઉપયોગ અને ફાયદાની જાણકારી આપશે IFFCO જાગૃતિ રથ