Viral: વાંદરાએ કર્યો જોરદાર પોલ ડાન્સ, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘આની આગળ તો નોરા અને જેકલીન પણ ફેલ’

હાલ સોશિયલ મીડિયા પર એક વાનરનો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક વાંદરો પહાડ પર પોલ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. વીડિયો જોઈને લોકો ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝને યાદ કરી રહ્યા છે.

Viral: વાંદરાએ કર્યો જોરદાર પોલ ડાન્સ, વીડિયો જોઈ લોકો બોલ્યા આની આગળ તો નોરા અને જેકલીન પણ ફેલ
Monkey Poll Dance Viral Video
| Edited By: | Updated on: Dec 16, 2021 | 6:47 AM

સોશિયલ મીડિયા (Social Media) પર આપણે દરરોજ ઘણા બધા વીડિયો જોઈએ છીએ. કેટલાક વીડિયો એવા ફની (Funny Viral Videos) હોય છે કે તે આપણા મગજમાં ઘણા દિવસો સુધી ફરતા હોય છે, જ્યારે ઘણી વખત આવા વીડિયો (Viral Videos) આપણી સામે આવે છે, જેને જોઈને નવાઈ લાગે છે. હાલના દિવસોમાં આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચામાં છે. જેમાં એક વાંદરો પહાડ પર પોલ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. વીડિયો (Monkey Funny Viral Video) જોઈને લોકો ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝને યાદ કરી રહ્યા છે.

વાંદરો પથ્થરો પર લોખંડનો સળિયો પકડીને નાચે છે જાણે કોઈ પોલ ડાન્સ (Dance Viral Videos) કરી રહ્યો હોય. વાંદરો તેના હાથ અને પગને મસ્ત રીતે હલાવી રહ્યો છે. મોટા-મોટા ડાન્સર્સ પણ તેના સ્ટેપ્સ સામે ટકી શકશે નહીં. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને પૂછે છે કે વાંદરો આટલી સરળતાથી કેવી રીતે ડાન્સ કરી શકે છે, તે પણ પોલની આસપાસ. આ વીડિયોને જોઈને લોકો તેને શેર કરી રહ્યા છે અને ફની કમેન્ટ પણ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વાંદરો મસ્ત પોલ ડાન્સ (Monkey Poll Dance Viral Video) કરી રહ્યો છે. વાંદરો એટલો જોરદાર પોલ ડાન્સ કરી રહ્યો છે કે કોઈ પ્રોફેશનલ ડાન્સર પણ તેની સામે ટકી શકે નહીં. વીડિયોમાં એક વાંદરો પત્થરોની ઉપર લોખંડનો સળિયો પકડીને પોલ ડાન્સ કરતો જોઈ શકાય છે. વાંદરો મસ્તીથી તેના હાથ અને પગ હલાવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો સૌથી પહેલા @discover.animal નામના પેજ પર ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘તમને કોઈ જોતા હોય કે નહી આ રીતે જ મસ્તીમાં રહી પોતાનું કામ કરવું જોઈએ.’ અન્ય એક યુઝરે લખ્યું કે આ જ ખરો આનંદ છે.

વાંદરાના આ પોલ ડાન્સને આસપાસના લોકોએ જોયા પછી તરત જ ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને તેનો વીડિયો બનાવવા લાગ્યા. આ વાંદરાનો પોલ ડાન્સ એટલો અદભૂત છે કે સારા સારા ડાન્સરો પણ તેને જોઈને શરમાઈ જાય.

 

આ પણ વાંચો: Delhi: શું ચિપ્સમાં ભેળવવામાં આવે છે ભૂંડની ચરબી? જાણો શું કહ્યું દિલ્હી હાઈકોર્ટે?

આ પણ વાંચો: કેટરિના કૈફ અને વિકી કૌશલ ક્રિસમસ પહેલા આપી શકે છે ગ્રાન્ડ રિસેપ્શન, જાણો કોને કોને મળશે આમંત્રણ?