ના હોય ! વાંદરોઓ પણ કોલ્ડ ડ્રિંક્સના શોખીન, Video જોઈને યુઝર્સ કહ્યુ ” આપણા વંશજો”

આજકાલ એક વાંદરાનો રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં વાંદરો કોલ્ડ ડ્રિંક્સ પીતો જોવા મળે છે.આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

ના હોય ! વાંદરોઓ પણ કોલ્ડ ડ્રિંક્સના શોખીન, Video જોઈને યુઝર્સ કહ્યુ  આપણા વંશજો
Monkey video goes viral
| Edited By: | Updated on: Nov 25, 2021 | 6:50 PM

Funny Video : વાંદરાઓ તેમની અજીબોગરીબ હરકતો માટે જાણીતા છે. તમે લોકોના હાથમાંથી કોઈ પણ વસ્તુ છીનવીને ભાગી જતા વાંદરા જોયા હશે. જો કે ઘણા એવા વાંદરાઓ (Monkey) છે જેમને ખાવા માટે કંઈ આપવામાં આવે તો તેઓ પરત કરી દે છે. જેથી વાંદરાઓને સૌથી તોફાની, ચપળ અને બુદ્ધિશાળી પણ માનવામાં આવે છે.

શોખીન વાંદરાનો વીડિયો થયો વાયરલ

તાજેતરમાં આવો જ એક વાંદરાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.જેમાં વાંદરો જે રીતે કોલ્ડ ડ્રિંક્સ (Cold Drinks) પીવે છે,તે જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, છતની રેલિંગ પર બેઠેલો એક વાંદરાને ક્યાંકથી કોલ્ડ ડ્રિંક્સની બોટલ મળે છે, બાદમાં વાંદરો બોટલમાંથી કોલ્ડ ડ્રિંક્સ પીવાની કોશિશ કરે છે, પરંતુ કોલ્ડ ડ્રિંકની ચુસ્કી તેના મોંમાં પડતાં જ તેનું મન ડગમગ્યું અને તેણે તરત જ બોટલ નીચે ફેંકી દીધી.આ વીડિયો હાલ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

વાંદરાનો અલગ અંદાજ

વાંદરાના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 58 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 25 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. આ વીડિયો પર ફની કમેન્ટ્સ કરતા એક યૂઝરે લખ્યું છે કે, કોલ્ડ ડ્રિંક્સ પીને વાંદરો હચમચી ગયો.જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘5 વર્ષના બાળકો રેડ બુલ પીધા પછી કંઈક આવું જ કરે છે’. આ સિવાય અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video : હાઈ હીલ્સમાં સ્ટંટ ! યુવતીનો અદ્દભુત સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

આ પણ વાંચો: OMG ! ગઝલના રંગમા રંગાઈ આ બિલાડી, કુમાર વિશ્વાસે વીડિયો શેર કરીને કહ્યુ ” જરૂર બિલાડી તાનસેનની હશે”

Published On - 6:40 pm, Thu, 25 November 21