
Viral Video: મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026ના ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના કામણ પાથરનારી ઉમંગા ફિનાલે કોમ્પિટિશન પુરી થતાની સાથે જ તેની આમ જિંદગીમાં પરત ફરી છે. ઉમંગા કુમાવત આ પ્રતિસ્પર્ધામાં ટોપ-20 ફાઈનલિસ્ટમાં સામેલ હતી. પરંતુ રેંપની લાઈમલાઈટ અને ચકાચૌંધથી દૂર, ઉમંગા બેંગલુરુ માં ગૂગલની ઓફિસમાં ક્લાઉડ એન્જિનિયર તરીકે કામ કરી રહી છે.
14 સપ્ટેમ્બરે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅરસ્ માટે એક મિનિટનો વીડિયો શેર કર્યો. આ Day in My Life વીડિયો માં ઉમંગાએ જણાવ્યુ કે મિસ યુનિવર્સ ઈન્ડિયાના મંચથી ઉતર્યા બાદ તેની જિંદગી કેવી છે, તે હાલ શું કરી રહી છે. આ વીડિયોમાં બેંગલુરના ગૂગલ કેમ્પસમાં લેપટોપ અને મિટીંગ્સ વચ્ચે તે તેની દૈનિક કોર્પોરેટ લાઈફમાં પરત આવી ગઈ છે.
ઉમંગ ના દિવસની શરૂઆત સવારે 9.30 થઈ જાય છે અને દરેક સામાન્ય નોકરિયાતની જેમ તેની સામે પણ સવારે ઉઠતાની સાથે જ ‘આજે શું પહેરવુ?’ એ મોટો સવાલ હોય છે. બ્લેક ટોપ અને લાલ ટ્રાઉઝરની સાથે તે તેની લેપટોપ બેદ અને ઈયરબર્ડ્સ લઈને ઓફિસ માટે નીકળી પડે છે. સવારે 10.30 આસપાસ તે કંપનીના જીમમાં ટ્રેડમિલ અને સ્ટ્રેચિંગ સાથે પસીનો વહાવતી જોવા મળે છે. ત્યારબાદ 12.30 સુધીમાં તે સંપૂર્ણપણે વર્ક મોડ માં આવી જાય છે. જ્યાં તેની ડેસ્ક પર લેપટોપ, નોટપેડ અને ડોક્યુમેન્ટ્સ રાખેલા હોય છે.
જુઓ વીડિયો:
વીડિયો અનુસાર બપોરના 2.10 આસપાસ લંચનો સમય થાય છે. ગૂગલના શાનદાર કેફેટેરિયામાં બિરયાની અને ડેઝર્ટ જેવા અનેક ટેસ્ટી ઓપ્શન્સ ઉપલબ્ધ હોય છે. પરંતુ તે પોતાની ફિટનેસને ધ્યાનમાં રાખી માત્ર નૂડલ્સ સૂપ અને લીલી શાકભાજી ખાય છે. બપોરે 3 વાગ્યે તે ફરી કામ પર લાગી જાય છે અને સાંજે 4.30 વાગ્યે કેમ્પસ ના એક મોટા ગ્લાસવાળ શાંત લોંજમાં બેસીને કામ કરતી જોવા મળે છે. સાંજ 5.30 વાગ્યે બ્રેક હોય છે, ત્યારબાદ તેની શિફ્ટ ખતમ થઈ જાય છે અને તે ઘર તરફ નીકળી પડે છે.
આ વર્ષે 23 ઓગસ્ટે જપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયાની નેશનલ ફિનાલે યોજાઈ હતી. જેમા 52 ફાઈનલિસ્ટ વચ્ચે કેરલની કજિયાહ લિજ મેજિયા વિનર બની હતી. આ પ્રતિસ્પર્ધામાં ઉમંગ મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. ઉમંગની આ દિનચર્યા જણાવે છે કે તે તેના શોખ અને કોર્પોરેટ જોબ, બંને વચ્ચે પરફેક્ટલી સંવાદિતા સાધીને ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. માત્ર 24 કલાકની અંદર આ વીડિયોને 2 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. કેટલાક લોકો ઉમંગ કુમાવતના વીડિયો પર બ્યૂટી વિથ બ્રેન લખી તેની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ગૂગલની શિફ્ટ શું માત્ર 123.30 થી 5.30 સુધીની હોય છે.