Memes : ‘ઉતરી ગયો બધો ઘમંડ’, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર પર ગુસ્સે થયા ચાહકો

ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન ડે મેચમાં ટીમ ઈન્ડિયાનો 21 રને પરાજય થયો હતો અને ઓસ્ટ્રેલિયાએ 2-1થી શ્રેણી જીતી લીધી હતી. આ આખી સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોઈને ફેન્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે અને ટ્વિટર પર જોરદાર મીમ્સ શેર કરી રહ્યા છે.

Memes : ઉતરી ગયો બધો ઘમંડ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર પર ગુસ્સે થયા ચાહકો
| Edited By: | Updated on: Mar 23, 2023 | 7:08 AM

ત્રણ વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ચેન્નાઈમાં રમાઈ હતી અને ટીમ ઈન્ડિયા આ મેચ 21 રને હારી ગઈ હતી. આ હાર ખરેખર શરમજનક છે કારણ કે આ હાર સાથે ભારતે ICC ODI રેન્કિંગમાં નંબર-1નો તાજ પણ ગુમાવી દીધો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહેમાન ટીમે 270 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મિચેલ માર્શે સૌથી વધુ 47 રન અને એલેક્સ કેરે 38 રન બનાવ્યા હતા. જે બહુ મોટો સ્કોર નથી, પરંતુ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો એક પછી એક આઉટ થઈને મેદાન છોડતા જ આ ટાર્ગેટ મુશ્કેલ બની ગયો હતો. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે સારી શરૂઆત કરી હતી. પરંતુ અન્ય ખેલાડીઓ તેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા.

આ મેચમાં એક સમય એવો આવ્યો કે, જ્યારે હાર્દીક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ એકસાથે જીત માટેની આશા બંધાવી હતી. પરંતુ તેઓ તેને અંત સુધી લઈ જઈ ના શક્યા અને ટીમ ઈન્ડિયા 248 રન પર સમેટાઈ ગઈ. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ જમ્પાએ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે એશ્ટન એગરે તેના ખાતામાં 2 વિકેટ જમા કરી લીધી હતી. ટીમ ઈન્ડિયાના આ પ્રદર્શનને જોઈને રોહિત શર્મા એન્ડ કંપની અને કોચ રાહુલ દ્રવિડને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર પર #INDvAUS ટોચ પર છે. આ હેશટેગ દ્વારા ચાહકો પોતપોતાના પ્રતિભાવો આપી રહ્યા છે.

અહીં ચાહકોની પ્રતિક્રિયા જુઓ

આવી રીતે જીતશો વર્લ્ડકપ

ફેન્સની હાલત


ટીમ ઈન્ડિયાની હાલત

છેલ્લે 2019માં જીત્યા હતા

શમીની બેટિંગ

શ્રેણીનો સારાંશ