Video : મુખ્યપ્રધાનનું રોકિંગ પર્ફોમન્સ ! આ મુખ્યપ્રધાનનો ‘રોકસ્ટાર’ અંદાજ જોઈને તમે પણ દંગ રહી જશો

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, તેમાં મેઘાલયના સીએમ કોનરાડ સંગમ બ્રાયન એડમ્સનું 'સમર ઓફ 69' ગીત ગાતા જોવા મળે છે.

Video : મુખ્યપ્રધાનનું રોકિંગ પર્ફોમન્સ ! આ  મુખ્યપ્રધાનનો રોકસ્ટાર અંદાજ જોઈને તમે પણ દંગ રહી જશો
CM Conrad Sangma (File Photo)
| Edited By: | Updated on: Oct 20, 2021 | 1:59 PM

Viral Video : ઈન્ટરનેટની દુનિયામાં કોઈ ને કોઈ વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બને છે. આ દિવસોમાં મેઘાલયના સીએમ કોનરાડ સંગમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ કોનરાડ સંગમાના (Conrad Sangma) ચાહક બની ગયા છે. આ ક્લિપમાં મુખ્યમંત્રી સંગમા કેનેડિયન સિંગર બ્રાયન એડમ્સનું ‘સમર ઓફ 69’ સોંગ ગાતા જોવા મળે છે.

મુખ્યપ્રધાનનુ રોકિંગ પર્ફોમન્સ !

આ વીડિયો socialNortheastToday નામના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા સિંગર બ્રાયન એડમ્સનું 69 નું સમર સોંગ ગાઈ રહ્યા છે, હવે તેનો આ વીડિયો (Video) લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયોમાં મુખ્યપ્રધાન (Chief Minister) સફેદ શર્ટ અને ચશ્મા પહેરીને સ્ટેજ પર ઉભા છે. તે જ સમયે આખું બેન્ડ તેની પાછળ દેખાઈ રહ્યુ છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે, મુખ્યમંત્રીએ ‘સમર ઓફ 69’ ગાવાનું શરૂ કરતા જ લોકોને આશ્ચર્ય થઈ રહ્યુ છે. તમે ભાગ્યે જ કોઈ મુખ્યમંત્રીને રોક બેન્ડ સાથે પરફોર્મ કરતા જોયા હશે. આ મુખ્યપ્રધાનનો અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

યુઝર્સ મુખ્યપ્રધાનની કરી પ્રશંશા

આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ લોકોએ પોતાની પ્રતિક્રિયા (Comments) નોંધવાનું શરૂ કર્યું. વીડિયો જોયા બાદ એક યુઝર્સ લખ્યું કે, વાસ્તવમાં આવા દ્રશ્યો માત્ર નોર્થ ઈસ્ટમાં જ જોઈ શકાય છે. ત્યારે અન્ય એક યુઝર્સ લખ્યુ કે, મુખ્યપ્રધાનનું રોકિંગ પરફોર્મન્સ પહેલી વાર જોયુ.જ્યારે અન્ય યુઝર્સ પણ CMની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : OMG ! 500 ગ્રામ સોનાના ચોખા ફેંકી દીધા આ વ્યક્તિએ, કારણ જાણીને તમે પણ વિચારમાં પડી જશો

આ પણ વાંચો : આને કહેવાય વેપાર ! Apple એ લોન્ચ કર્યુ સ્ક્રિન સાફ કરવાનું કપડું, કિંમત એટલી કે EMI પણ કરાવી શકાય