પાકિસ્તાનમાં મસાલા ડોસો બન્યો ‘લક્ઝરી’ ફૂડ? કિંમત સાંભળીને કહેશો- આપણું ભારત જ સારું!

પાકિસ્તાનમાં ભારતીય ખાવાનું હવે સરળતાથી મળવા લાગ્યું છે, પરંતુ તેની કિંમતો લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. કરાચીના એક ફૂડ સ્ટોલ પર મળતા મસાલા ડોસા, પાવભાજી અને વડા પાવના ભાવ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.

પાકિસ્તાનમાં મસાલા ડોસો બન્યો લક્ઝરી ફૂડ? કિંમત સાંભળીને કહેશો- આપણું ભારત જ સારું!
Image Credit source: Instagram: iamkarlrock
| Updated on: Jun 17, 2026 | 10:45 PM

પાકિસ્તાન અને ભારત વચ્ચે ઘણી બાબતોમાં સમાનતા જોવા મળે છે. લોકોની જીવનશૈલીથી લઈને પહેરવેશ સુધી ઘણી વસ્તુઓ એકસરખી લાગે છે. જોકે, ખાવાપીવાના મામલે બંને દેશોમાં ફ્લેવર અને પસંદગીમાં ઘણો તફાવત જોવા મળે છે. પાકિસ્તાનમાં નોનવેજ વાનગીઓ વધુ લોકપ્રિય છે, જ્યારે ભારતમાં વેજ અને નોનવેજ બંને પ્રકારના ખોરાકની વિશાળ પસંદગી ઉપલબ્ધ છે.

હવે ક્રોસ-કલ્ચરના યુગમાં ભારતીય વાનગીઓ પણ પાકિસ્તાન સુધી પહોંચી ગઈ છે. જોકે, ત્યાં કેટલીક ભારતીય વાનગીઓને નોનવેજ સ્વરૂપમાં પણ પીરસવામાં આવી રહી છે. વિદેશી વ્લોગર કાર્લ રોકે કરાચીની મુલાકાત દરમિયાન એક ભારતીય ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી અને તેનો અનુભવ પોતાના વીડિયોમાં શેર કર્યો હતો.

વીડિયોની શરૂઆતમાં કાર્લ જણાવે છે કે હવે પાકિસ્તાનમાં ભારતીય ખાવાનું પણ મળવા લાગ્યું છે. ત્યારબાદ તેઓ ‘દોસા સ્ટોપ’ નામના ફૂડ કાર્ટ પર પહોંચે છે, જ્યાં તેમને ડોસા અને પાવભાજી બનાવતા જોવા મળે છે. કાર્લ કહે છે કે ઘણા લોકોને વિશ્વાસ નહીં આવે કે પાકિસ્તાનમાં પણ ભારતીય વાનગીઓ મળી રહી છે.

ચોંકાવી દે તેવી કિંમતો

ત્યારબાદ કાર્લ સ્ટોલનું મેનૂ બતાવે છે, જેમાં ડોસા, વડા પાવ અને પાવભાજી જેવા વિકલ્પો જોવા મળે છે. પરંતુ લોકો માત્ર આ વાનગીઓ જોઈને જ નહીં, તેની કિંમતો જોઈને પણ ચોંકી ગયા. આ સ્ટોલ પર ચિકન ડોસાની કિંમત 800 પાકિસ્તાની રૂપિયા હતી, જ્યારે પાવભાજી 600 રૂપિયામાં વેચાતી હતી. વડા પાવ માટે પણ 500 રૂપિયા ચૂકવવા પડતા હતા. નોંધનીય છે કે ભારતીય 1 રૂપિયાની કિંમત લગભગ 2.95 પાકિસ્તાની રૂપિયા જેટલી થાય છે.

ખાસ વાત એ પણ હતી કે અહીં કેટલીક ભારતીય વાનગીઓના નોનવેજ વર્ઝન પણ ઉપલબ્ધ હતા, જે લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે. ભારતમાં સામાન્ય રીતે ડોસાના નોનવેજ સ્વરૂપો બહુ જોવા મળતા નથી, પરંતુ કરાચીના આ સ્ટોલ પર ચિકન ડોસા અને બીફ કીમા ડોસા જેવી વાનગીઓ પણ પીરસવામાં આવી રહી હતી.

80 રૂપિયાનો ડોસો

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું કે ભારતમાં તો 80 રૂપિયામાં ડોસો મળી જાય છે. જ્યારે કેટલાક લોકોએ નોનવેજ ડોસાના કોન્સેપ્ટ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, એક અન્ય યુઝરે સ્પષ્ટતા કરી હતી કે આ ફૂડ કાર્ટ શહેરના હાઈ-ક્લાસ વિસ્તારમાં આવેલું હોવાથી અહીંના ભાવ સામાન્ય કરતાં વધુ છે.

જુઓ વિડિયો :

નોંધ: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની TV9 ગુજરાતી સત્તાવાર રીતે પુષ્ટિ કરતું નથી.

આ 4 મૂળાંકવાળા લોકો હોય છે સૌથી મોટા પેટ લવર્સ, પ્રાણીઓ સાથે હોય છે ખાસ આત્મીય જોડાણ

Follow Us