Viral: ત્રણ કોબરા સાપ સાથે મસ્તી કરી રહ્યો હતો શખ્સ, અચાનક સાપે હુમલો કરતા થયું કંઈક આવું

|

Mar 19, 2022 | 7:58 AM

ઈન્ટરનેટની (Social Media)દુનિયા પર સાપના ઘણા વીડિયો પણ શેર થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ સાપ સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

Viral: ત્રણ કોબરા સાપ સાથે મસ્તી કરી રહ્યો હતો શખ્સ, અચાનક સાપે હુમલો કરતા થયું કંઈક આવું
man who sitting with three cobras
Image Credit source: Twitter

Follow us on

ઘણીવાર લોકો પ્રાણીઓથી દૂર રહેવાનું કહેવામાં છે. ખાસ કરીને જંગલી પ્રાણીઓ કારણ કે આ પ્રાણીઓ ક્યારે, ક્યાં અને કઈ રીતે હુમલો કરે છે, કંઈ કહી શકાય નહીં? ખાસ કરીને, સાપની વાત આવે ત્યારે શું કહેવું? કારણ કે, સાપનું નામ સાંભળતા જ લોકોને પરસેવો આવવા લાગે છે. આ જોઈને પ્રાણીઓ અને મનુષ્યો પણ પોતાનો રસ્તો બદલી નાખે છે. ઈન્ટરનેટની (Social Media)દુનિયા પર સાપના ઘણા વીડિયો પણ શેર થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ સાપ સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ કિંગ કોબ્રા સાપ જંગલમાં પોતાની ફેણ ચડાવીને બેઠા છે. આ ત્રણેય સાપ એક જ સ્ટાઈલમાં એક જગ્યાએ બેઠા છે, આ દરમિયાન એક છોકરો આવે છે અને બધા સાપ સાથે રમવા લાગે છે. તે વ્યક્તિ તેના પગ અને હાથ હલાવે છે, તે જોઈને કે સાપ પણ તેની નકલ કરે છે. જોત જોતામાં તેમાંથી એક સાપ કરડવા માટે તેજ ગતિએ હુમલો કરે છે. છોકરો પણ ખૂબ જ તૈયાર હતો અને તેણે પૂંછડીથી સાપને પકડી લીધો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું છે, કોબ્રા સાથે વ્યવહાર કરવાનો આ માત્ર એક ભયંકર રસ્તો છે. સાપ હિલચાલને ખતરો માને છે અને હિલચાલને અનુસરે છે. અમુક સમયે, પ્રતિક્રિયા જીવલેણ બની શકે છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 50 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વીડિયો જોયા પછી તમે એક ક્ષણ માટે ચોંકી જ ગયા હશો. જેણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયા છે. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આ ગાંડપણ છે, જ્યારે કેટલાક કહે છે કે તે નસીબદાર હતો કે તે બચી ગયો. તો આ વીડિયો પર તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જણાવો.

આ પણ વાંચો: Rajkot: ધોરાજીમાં સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા, ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાથી લોકો ત્રસ્ત

આ પણ વાંચો:બ્રિટાનિયા મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, વર્ષ 2024 સુધીમાં કંપનીમાં મહિલાઓનું યોગદાન 50 ટકા હશે

Next Article