Viral Video: Gymમાં વ્યક્તિનું વર્કઆઉટ જોઈને સ્તબ્ધ થઈ ગયા લોકો, જૂઓ લોકોનું રિએક્શન

|

Apr 20, 2022 | 3:57 PM

વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિએ જીમમાં વર્કઆઉટ દરમિયાન વિચિત્ર સ્ટાઈલમાં સાઈકલ (Weird Gym Workout) ચલાવીને સોશિયલ મીડિયાના લોકોના મગજને હચમચાવી નાખ્યું છે. માત્ર છ સેકન્ડના આ વીડિયોને એક કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Viral Video: Gymમાં વ્યક્તિનું વર્કઆઉટ જોઈને સ્તબ્ધ થઈ ગયા લોકો, જૂઓ લોકોનું રિએક્શન
man weird gym workout video viral

Follow us on

સારા અને ટોન્ડ બોડી (Fitness Freak) કોને ન ગમે? આ જ કારણ છે કે મોટાભાગના લોકો પોતાને ફિટ રાખવા માટે જીમમાં (Gym) જઈને કલાકો સુધી પરસેવો પાડતા હોય છે. જો કે કેટલાક યુવાનો ફક્ત છોકરીઓને પ્રભાવિત કરવા માટે જિમમાં જાય છે, જ્યારે કેટલાક લોકો તેને પોતાનું પેશન બનાવી લે છે. કેટલાક લોકોમાં શરીર બનાવવાનો જુસ્સો એટલો ઊંચો થવા લાગે છે કે તેઓ ઉલટાની કસરતો કરવા લાગે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ વિચિત્ર અંદાજમાં સાઈકલ (Weird Gym Workout) ચલાવીને સોશિયલ મીડિયાના લોકોના મગજને હચમચાવી નાખ્યા છે. માત્ર છ સેકન્ડના આ વીડિયોને 10.9 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ચિનઅપ્સ બાર સાથે લટકી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે બાર પર લટકતી વખતે તે સાયકલ ચલાવવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે. તમે જોઈ શકો છો કે વ્યક્તિએ સાયકલને હવામાં રાખી છે અને તે પણ ચલાવી રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે પણ વિચારતા હશો કે આ માણસને આવું કરીને શું મળતું હશે. કહેવાય છે કે જે વાતનું ભૂત મગજમાં ચડી જાય તેને લાખ વાર સમજાવા છતાં પણ તે સમજતા નથી. આ વીડિયો તેનું જીવંત ઉદાહરણ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. આ જોયા પછી દરેક વ્યક્તિ કાં તો સાચું-ખોટું સંભળાવી રહ્યા છે અથવા તો આ વ્યક્તિની મજાક ઉડાવે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

અજીબોગરીબ કસરત કરી રહેલા વ્યક્તિનો વીડિયો અહીં જુઓ

માત્ર છ સેકન્ડનો આ વીડિયો ટ્વિટર પર @SinnamonCouture નામથી શેયર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘સોરી સર… વર્કઆઉટ કરવાની આ રીત ખોટી છે. કૃપા કરીને જિમના સાધનો નીચે મૂકો અને યોગ્ય બનવાનો પ્રયાસ કરો. ટ્વિટર પર વીડિયો અપલોડ થયા પછી તેને 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ સિવાય હજારો લોકોએ પોતાનો પ્રતિભાવ નોંધાવ્યો છે.

આ પહેલા પણ આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ ચિનઅપ્સ કરી રહ્યો હતો. પરંતુ તેણે કમરમાં વજન નાખવાને બદલે ટેબલ બાંધી દીધું હતું. ત્યારબાદ તેની સાથે ચિનઅપ્સ કરતો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ બધાએ વ્યક્તિને ખીજાયા હતા. કોઈએ તો એમ પણ કહ્યું કે આ વ્યક્તિને કારણે મહિલાઓ માટે અલગ જિમની માંગ ઉભી થાય છે. કારણ કે જીમમાં આવા પુરુષોને લીધે મહિલાઓ અને છોકરીઓને અસ્વસ્થતાનો અનુભવ થાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Funny Video: હેરકટનો આ વીડિયો જોઈને તમે હસીને થઈ જશો લોટપોટ, જોવા જેવી છે વાળંદની પ્રતિક્રિયા

આ પણ વાંચો:  Funny Video: કૂતરાએ પ્રેન્કને માન્યું સાચું, નાના કૂતરાને ઘરની બહાર ખેંચી ગયો

Next Article