Video : નદી પાર કરવા આ યુવકે અપનાવ્યો શોર્ટકટ, પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે

આ દિવસોમાં એક રમુજી વીડિયો સામે આવ્યો છે.જેમાં એક યુવક નદી પાર કરવા જે રીતે ઝાડ પર લટકી રહ્યો છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : નદી પાર કરવા આ યુવકે અપનાવ્યો શોર્ટકટ, પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે
man was crossing river by hanging on the tree
| Edited By: | Updated on: Jan 06, 2022 | 11:17 AM

Funny Video : ઘણી વખત ‘શોર્ટકટ’ જીવનમાં મુશ્કેલી ઉભી કરે છે. કેટલાક લોકો ઉતાવળના ચક્કરમાં કંઈક એવો રસ્તો અપનાવે છે જેને કારણે તેણે સહન કરવાનો વારો આવે છે.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ(Internet)  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક યુવક જે રીતે નદી(River)  પાર કરવા માટે ઝાડ પર લટકી રહ્યો છે ,પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે જેને કારણે તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક નદી પાર કરવા માગે છે. આ માટે તે શોર્ટકટનો રસ્તો અપનાવે છે, પરંતુ શોર્ટકટના ચક્કરમાં તે નદીમાં ડુબે છે. આ વીડિયો જોઈને તમને પણ એક બોધપાઠ મળશે કે શોર્ટકટ ક્યારેય અપનાવવો જોઈએ નહીં.વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક નદી પાર કરીને બીજી બાજુ જવા માટે ઝાડની ડાળીઓનો સહારો લે છે.આ દરમિયાન કેટલાક લોકો યુવાનોને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. પરંતુ બાદમાં યુવકનુ બેલેન્સ બગડતા તે નદીમાં પડી જાય છે. આ રમુજી વીડિયો (video)હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

આ રમુજી વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર earth.reel નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યુઝ મળી ચૂક્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે,આ રીતે શોર્ટકટના ચક્કરમાં ક્યારેક જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, હવે યુવક શોર્ટકટ રસ્તો અપનાવતા પહેલા સો વખત વિચાર કરશે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral: સેનાના જવાનની અદ્ભૂત ફિટનેસ પર ફિદા થયા લોકો, યુઝરે લખ્યું મ્હારો દેશ કા ફૌજી છે