Viral Video : એક વ્યક્તિએ 6,522 મીટરની ઉંચાઈએ હોટ એર બલૂન્સ વચ્ચે ચાલીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો !

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,વીડિયોમાં એક વ્યક્તિ 6,522 મીટરની ઉંચાઈ પર હોટ એર બ્લૂન્સ વચ્ચે ચાલીને વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવે છે.

Viral Video : એક વ્યક્તિએ 6,522 મીટરની ઉંચાઈએ હોટ એર બલૂન્સ વચ્ચે ચાલીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો !
Image Credit : Instagram
| Edited By: | Updated on: Aug 30, 2021 | 2:09 PM

Viral Video :  સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવતુ હોય છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થાય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

કેટલાક લોકો એવા હોય છે જેમને સાહસિક કાર્યો કરવા માટે ઉત્સુક હોય છે, કેટલાક લોકો રેકોર્ડ (Record) બનાવવા માટે જ્યારે કેટલાક લોકો મનોરંજન માટે આવી પ્રવૃતિ કરતા હોય છે, જો કે આવી પ્રવૃતિ ક્યારેક ખતરનાક પણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં માઈક હાવર્ડ (Mike howard) નામના વ્યક્તિનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

 માઇક હાવર્ડ 2004 માં પણ પ્રયત્ન કર્યો હતો

તમને જણાવી દઈએ કે, આ વીડિયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે માઇક હાવર્ડ નામનો વ્યક્તિ 6,522 મીટર(21,400 ફૂટ) ની ઉંચાઈએ બે હોટ એર બલૂન્સની (Hot Air Balloons) વચ્ચે ચાલીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. આ પહેલા 2004 માં પણ માઇક હાવર્ડ પ્રયત્ન કર્યો હતો,જો કે તે સમય દરમિયાન તે વર્લ્ડ રેકોર્ડ નોંધાવી શક્યો નહિ.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પરથી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા શેર કરવામાં આવ્યો  છે અને સાથે કેપ્સનમાં લખ્યુ છે કે, Between Hot Air Balloons,Guinness World Records.વધુમાં લખ્યુ કે, “યુકે ના માઈક હાવર્ડ 6,522 મીટરની ઉંચાઈએ હોટ એર બલૂન્સ વચ્ચે ચાલી રહ્યા છે”.

 

આ પણ વાંચો: Viral Video : મિત્રોએ કંઈક આ અંદાજમાં ઉજવ્યો જન્મદિવસ, વીડિયો જોઈને લોકોએ કહ્યું ‘કોઈને આવા મિત્રો ન મળવા જોઈએ’

આ પણ વાંચો: Funny Video : બાઇક સવારે સંતુલન ગુમાવતા બાઈક ઘરમાં ઘૂસી ગઈ ! વીડિયો જોઈને સુનીલ ગ્રોવરે કહ્યુ “પિયા ઘર આયા “

Published On - 2:05 pm, Mon, 30 August 21