
ઇન્ટરનેટની દુનિયામાં દરરોજ એવા-એવા વીડિયો સામે આવે છે કે, જેને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં એક વ્યક્તિનો ભક્તિ અને સાધનાનો અનોખો રૂપ જોવા મળી રહ્યો છે.
આમાં વ્યક્તિ શરીર પર લીંબુ લગાવીને હેરાન કરી દે તેવા સ્ટંટ (Stunt Video) કરી રહ્યો છે, જે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. હવે વાત એ છે કે, આ વીડિયો જોઈને યુઝર્સ ખૂબ જ હસી રહ્યા છે અને તેની મજા લઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ પરંપરાગત પોશાક પહેરીને રોડ કિનારે ઊભેલો જોવા મળી રહ્યો છે. તેના ગળામાં પીળા અને લીલા ફૂલોનો હાર છે, માથા પર પરંપરાગત ભસ્મ (વિભૂતિ) અને ચંદન લગાડેલું છે. આમાં જે બાબત લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચી રહી છે, તે તેના શરીર પર લટકતા ડઝનબંધ લીંબુ છે.
વ્યક્તિએ પોતાના બંને હાથ અને છાતીની ત્વચામાં લીંબુ પરોવી રાખ્યા છે. તેમ છતાંય, વ્યક્તિના ચહેરા પર કોઈ દર્દ નથી પણ એક હાસ્ય અને ભક્તિનો ભાવ જોઈ શકાય છે. તે હાથમાં પૂજાની થાળી લઈને ભક્તિ સંગીતની મજા માણી રહ્યો છે. એટલું જ નહીં, માથાની ચોટલીથી લીંબુને દોરીમાં બાંધીને અનોખા અંદાજમાં ફેરવી પણ રહ્યો છે. આને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને હસવું પણ આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ આ વીડિયો ધમાલ મચાવવા લાગ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો ‘tamiltamil7126’ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ મજેદાર વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.
એટલું જ નહીં યુઝર્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ વિશ્વાસ અને ભક્તિનું ચરમ સીમા છે, કોઈ પણ દર્દ વગર ચહેરા પર સ્માઇલ જોવી અદ્ભુત છે. અન્ય એક યુઝરે લખ્યું કે, આ આપણી પ્રાચીન સંસ્કૃતિઓનું એક ખૂબ જ અનોખું રૂપ છે.