મૂંગા લોકોની મદદ કરનાર લોકો આજકાલ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ એવું પણ નથી કે આ દુનિયામાં સારા કાર્યો કરનારા લોકો જ સમાપ્ત થઈ ગયા છે. એક વ્યક્તિ માત્ર તેની ભલાઈ માટે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. તેણે ફ્લેટની બારીમાંથી કૂદકો મારતા શ્વાનનો જીવ બચાવ્યો અને હવે સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયો (Viral Video) યુનાઈટેડ કિંગડમના સ્ટેફોર્ડશાયર શહેરનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ એડમ રેવેનહોલ છે અને તેણે જે શ્વાનને બચાવ્યો તેનું નામ જેક રસેલ છે. 29 વર્ષના એડમ એક પબમાં બેઠા હતા, ત્યારે તેની નજર જેક પર પડી. એડમે આવી ક્ષણમાં પોતાને શાંત રાખ્યો અને આરામથી બારીમાંથી કુદેલા જેકને પકડી લીધો. જેક તેના ઘરની બહાર નીકળી ગયો છે અને જ્યાં સુધી તેના માલિક પાછા ન આવે ત્યાં સુધી તેને પબના ઉપર ફ્લેટમાં રાખવામાં આવ્યો હોય છે.
પરંતુ તોફાની જેકના મનમાં કંઈક તુફાની કરવાની ઈચ્છા થાય છે અને તે ખુલ્લી બારીમાંથી બહાર જોવામાં નીચે પડી જાય છે. દરમિયાન, પબના બિયર ગાર્ડનમાં, એડમની નજર જેક પર પડે છે અને તે તરત જ સમજી જાય છે કે મોટી ગડબડ થવાની છે. એડમ પોતાની પોઝિશન સેટ કરે છે અને સીધો એડમના ખોળામાં આવીને પડે છે.
જેકને પકડ્યા પછી એડમ તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી દે છે. એડમ આ ઘટના વિશે કહે છે કે શ્વાનને જોઈને મને લાગ્યું કે તે પડી જશે અને મરી પણ જશે, કારણ કે તે નાનો શ્વાન છે. તેથી હું તે જગ્યાએ જઈને ઉભો રહી ગયો. મને આશા હતી કે શ્વાન પડશે. આ વીડિયો ફેસબુક પર વાયરલ થયો છે અને લોકો એડમની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video : નાના ટ્રેક પર ખતરનાક રીતે સાઇકલ ચલાવી રહ્યો હતો આ વ્યક્તિ, પછી જે થયુ એ જોઈ તમે પણ હસીને લોટપોટ થઈ જશો
આ પણ વાંચો : Viral Video : કેન્સરના ઇલાજ દરમિયાન મિત્ર બન્યા આ ભુલકાઓ, તેમની મુલાકાતનો વીડિયો જોઇ લોકોની આંખો થઇ ભીની
Published On - 11:40 pm, Wed, 18 August 21