કહેવા માટે તો દુનિયામાં કરોડો-અબજો માણસો છે, પરંતુ જે માનવતા અને માણસાઈ માણસની અંદર હોવી જોઈએ, તે હકીકતમાં અમુક જ મનુષ્યોમાં જોવા મળે છે. માનવતા અને માણસાઈનો અર્થ એ છે કે વ્યક્તિએ પોતાના વડીલો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ, તેમનો આદર કરવો જોઈએ, જ્યારે નાના સાથે પ્રેમથી વ્યવહાર કરવો જોઈએ, અન્યને મદદ કરવી જોઈએ. આને માનવતા કહેવાય છે.
ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું એ મનુષ્યનું કર્તવ્ય છે. આ માનવતાની સૌથી મોટી ઓળખ છે, આજકાલ આ બધી વસ્તુઓ ભાગ્યે જ લોકોમાં જોવા મળે છે. પરંતુ આજકાલ આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ખૂબ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેણે દરેકનું દિલ જીતી લીધું છે. આ વીડિયો જોઈને તમારું દિલ ચોક્કસ ખુશ થઈ જશે.
વાસ્તવમાં, આ વાયરલ વીડિયો એક બિલાડીનો છે, જેને ખૂબ તરસ લાગી છે અને તે પાણીની શોધમાં નળ પાસે આવી છે, પરંતુ તેને ખબર નથી કે નળ કેવી રીતે ખોલવો, જેથી પાણી બહાર આવે અને તે પી શકે. બિલાડી નળ પાસે મોં રાખીને ઉભી રહે છે. ત્યારે જ એક વ્યક્તિ તેની મદદ કરવા દોડી આવે છે. તે નળ ખોલે છે, ત્યારબાદ બિલાડી આરામથી પાણી પીવા લાગે છે અને જ્યારે તેની તરસ છીપાય છે ત્યારે તે ત્યાંથી નીકળી જાય છે. પ્રાણી પ્રત્યે આવી માનવતા ભાગ્યે જ જોવા મળે છે.
everyday, we get
so many opportunities
to be kind 🌷 pic.twitter.com/nvbOnmFC9R— Dr. M V Rao, IAS (@mvraoforindia) February 1, 2022
આ હૃદયસ્પર્શી વીડિયો IAS ઓફિસર ડૉ. એમ.વી. રાવે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં એક અદ્ભુત વાત લખી છે. તેણે લખ્યું, ‘દરરોજ, આપને દયાળુ બનવાની ઘણી તકો મળે છે’. આપણે ફક્ત તે તક પર કાર્ય કરવાનું છે.
માત્ર 23 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ વીડિયોને લાઈક અને કોમેન્ટ પણ કરી છે. લોકોએ પણ આઈએએસ અધિકારીની વાત સ્વીકારી છે કે અમને દયાળુ બનવાની તકો મળતી રહે છે, પરંતુ આપણે જાણ્યે-અજાણ્યે તેના પર ધ્યાન આપતા નથી.
આ પણ વાંચો: Viral: ડ્રોનને ફૂટબોલ રમતા જોઈ લોકોએ કહ્યું ‘બાળકો મોબાઈલમાં વ્યસ્ત મશીનો ફૂટબોલ રમી રહ્યા’
આ પણ વાંચો: કૂતરાની આવી જબરદસ્ત ટ્રેનિગ ક્યારેય નહીં જોઈ હોય, જુઓ આ ફની Viral વીડિયો