Viral: વાંદરાને પાણી પીવડાવતા આ શખ્સે જીત્યા લોકોના દીલ, લોકો બોલ્યા જળ એજ જીવન

|

Jan 09, 2022 | 2:25 PM

તરસ્યા વ્યક્તિને પાણી આપવું એ ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે. આ શિક્ષણ આપણે બાળપણમાં જ માતા-પિતા પાસેથી મેળવીએ છીએ. આજે પણ ઘણા લોકો તેને અનુસરે છે.

Viral: વાંદરાને પાણી પીવડાવતા આ શખ્સે જીત્યા લોકોના દીલ, લોકો બોલ્યા જળ એજ જીવન
Man giving water to monkey

Follow us on

આ અદભૂત વીડિયો જલ શક્તિ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જેને IAS અધિકારી સોનલ ગોયલે રીટ્વીટ કર્યો છે. તરસ્યા વ્યક્તિને પાણી આપવું એ ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે. આ શિક્ષણ આપણે બાળપણમાં જ માતા-પિતા પાસેથી  મેળવીએ છીએ. આજે પણ ઘણા લોકો તેને અનુસરે છે, પરંતુ ઘણા લોકો એવા છે જેઓ આ વાતની પરવા કરતા નથી.

ઘણીવાર એવું જોવા મળે છે કે જો તમે ક્યાંક ફરવા જાઓ છો, તો દેખીતી રીતે તમે પાણીની બોટલ લઈને જાવ છો અને જો કોઈ તમારી પાસે પાણી માગે છે, તો તમે તેને ના કહી શકતા નથી અને તેને પીવા માટે પાણી આપી દો છો.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

સારું છે કે તમે કોઈને મદદ કરી રહ્યા છો. ઘણા લોકો પશુઓને પણ પાણી પીવડાવીને પુણ્ય મેળવે છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વારંવાર વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેમાં એક માણસ વાંદરાને પાણી આપતો જોવા મળી રહ્યો છે.

વાયરલ (Monkey Viral Videos) થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ વાંદરાને પાણી આપતો જોવા મળી રહ્યો છે. વાંદરાને પણ ખૂબ તરસ લાગી છે. તે ધીમે ધીમે બોટલમાંનું બધુ જ પાણી પી લે છે. જ્યારે લોકો સામાન્ય રીતે વાંદરાઓની નજીક જતા પણ ડરે છે, ત્યારે વ્યક્તિ કોઈ પણ જાતના ડર વગર પોતાના હાથની મદદથી વાંદરાને પાણી આપી રહ્યો છે, જેમ કે નાના બાળકને પાણી આપવામાં આવતું હોય. આ એક ખૂબ જ ક્યૂટ વીડિયો (Cute Viral Videos) છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ અદભૂત વીડિયો જલ શક્તિ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જેને IAS અધિકારી સોનલ ગોયલે રીટ્વીટ કર્યો છે. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 40 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1500થી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

ઘણા લોકોએ આ વીડિયોને જોયા બાદ શાનદાર કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘જળ એ જીવન છે’, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘બ્રહ્માંડના તમામ જીવોને પ્રેમ કરવો એ આપણી ફરજ છે’. તેવી જ રીતે અન્ય ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે અને વીડિયોને ખૂબ જ સારો ગણાવ્યો છે.

આ પણ વાંચો: Lollo Rosso Farming: ભારતમાં આ ખાસ પાંદડાવાળા સલાડની ઝડપથી વધી રહી છે માગ, ખેડૂતો ખેતી કરી વધારી રહ્યા છે આવક

આ પણ વાંચો: Paytm Tap to Pay Feature: આ ફીચરથી હવે તમે ઈન્ટરનેટ વગર પણ કરી શકશો પેમેન્ટ, આ રીતે સર્વિસ કરો એક્ટિવેટ

Next Article