Viral Video : ઘણીવાર ચાલતી ટ્રેનમાં અકસ્માતના (Train Accident) કિસ્સાઓ સામે આવતા હોય છે. આથી જ લોકોને કહેવામાં આવે છે કે રેલવે સ્ટેશન પર સાવધાન રહેવું જોઈએ. લોકો ઘણીવાર ઉતાવળમાં કંઈક એવુ કૃત્ય કરે છે, જેના કારણે બાદમાં તેને પસ્તાવાનો વારો આવે છે. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે.જેમાં ઉતાવળના ચક્કરમાં યુવાન સાથે કંઈક એવુ થાય છે, જે જોઈને આસપાસ ઉભેલા લોકો પણ ચોંકી જાય છે.
રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો 23 જાન્યુઆરીનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેક પર ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે એક મુસાફર પ્લેટફોર્મ (Railway Platform) અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયો હતો. નવાઈની વાત તો એ છે કે, આ મુસાફર થોડીવાર માટે ટ્રેન સાથે ખેંચાઈ પણ ગયો હતો. પરંતુ આ પછી આરપીએફ જવાન (RPF) ઘટનાસ્થળે પહોંચી ગયો અને આ મુસાફરને ખેંચી લીધો. જેના કારણે મુસાફરનો જીવ બચી ગયો હતો.આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
#WATCH | Maharashtra: An RPF (Railway Protection Force) jawan rescued a passenger who fell down on the railway platform while trying to board a moving train at Vasai Railway Station on 23rd January. pic.twitter.com/Pxy2u467ZJ
— ANI (@ANI) January 24, 2022
તમને જણાવી દઈએ કે, આ વીડિયો મુંબઈના વસઈ રેલ્વે સ્ટેશનનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક મુસાફર દોડીને ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તે ટ્રેનમાં ચઢી શક્યો ન હતો અને પગ લપસવાને કારણે તે પ્લેટફોર્મ પર પડી ગયો હતો. જો કે આરપીએફ જવાનની સમય સચોટતાને કારણે આ યુવકનો જીવ બચી ગયો હતો.આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, RPFને કારણે રેલવે સુરક્ષિત છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, સમજી..તમે સાચા હિરો છો… આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Viral: સિંહની ગર્જનાથી ધ્રુજી જાય છે જંગલ, પણ આ બાળ સિંહની ગર્જના પર લોકો હસી હસીને થયા લોટપોટ