Viral: સ્ટંટના ચક્કરમાં યુવક જોરદાર પછડાયો, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘કિનારે આવીને ડૂબ્યો’

|

Mar 26, 2022 | 7:36 AM

આજકાલ લોકોમાં સ્ટંટ કરવાનો ઘણો ક્રેઝ છે. ઘણી વખત લોકો એવા સ્ટંટ કરે છે, જેને જોઈને લોકોના 'રૂવાડા' ઊભા થઈ જાય છે. ક્યારેક ખતરનાક સ્ટંટ કરતા લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે.

Viral: સ્ટંટના ચક્કરમાં યુવક જોરદાર પછડાયો, વીડિયો જોઈ લોકોએ કહ્યું કિનારે આવીને ડૂબ્યો
Man Fell Down while performing stunt

Follow us on

ઈન્ટરનેટ (Internet)ની દુનિયા પર ફેમસ થવા માટે લોકો શું શું કરે છે? કેટલાક લોકો ફોટા અને વીડિયો પર લાઈક્સ અને કોમેન્ટ્સ મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા અચકાતા નથી. ફિલ્મોમાં અદ્ભુત સ્ટંટ (Stunt Video)જોઈને કોણ હશે જેમને એવું કરવાનું મન ન થાય, પરંતુ ફિલ્મોમાં કલાકારો કોઈ પણ સ્ટંટ ખૂબ કાળજીથી કરે છે. તેના માટે તે સખત પ્રેક્ટિસ પણ કરે છે, પછી ક્યાંકને ક્યાંક તે વાસ્તવિક પ્રકારનો સ્ટંટ લાગે છે. જીવનમાં સાહસ જરૂરી છે, પરંતુ તેના ચક્કરમાં હાડકાં તોડવા ક્યાં સુધી યોગ્ય છે?આજકાલ લોકોમાં સ્ટંટ કરવાનો ઘણો ક્રેઝ છે. ઘણી વખત લોકો આવા સ્ટંટ કરે છે, જેને જોઈને અન્ય લોકોના ‘રૂવાડા’ ઊભા થઈ જાય છે.

ક્યારેક ખતરનાક સ્ટંટ કરતા લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આમ છતાં લોકો સ્ટંટ કરવાનું છોડતા નથી. હવે જરા જુઓ આ વીડિયો, જેમાં એક વ્યક્તિ ખાલી મેદાનમાં સ્ટંટ કરી રહ્યો છે, પરંતુ તેની સાથે કંઈક એવું થાય છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે, ‘આ વ્યક્તિ આગલી વખતે સ્ટંટ કરતા પહેલા ચોક્કસ વિચારશે.’

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઘાસના મેદાનમાં સ્લાઈડ મારવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માટે તે પોતાના સ્કેટ બોર્ડની મદદથી લપસણી જમીન પર આગળ વધે છે. શરૂઆતમાં બધું બરાબર ચાલી રહ્યું છે પરંતુ અચાનક વ્યક્તિ ખરાબ રીતે ઠોકર ખાય છે અને હાસ્યનો પાત્ર બની જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર adrenalineblast નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જે ચાર દિવસ પહેલા શેર કરવામાં આવ્યો હતો અને સમાચાર લખાય છે ત્યાં સુધી તેને 9 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની ટિપ્પણીઓ પણ કરી છે. , એક યુઝરે વીડિયો જોયા બાદ કહ્યું કે ‘લોકો ખરેખર સ્ટંટ કરવાની પ્રક્રિયામાં પોતાના જીવની પરવા કરતા નથી.’ જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે આપણે આવા ખતરનાક સ્ટંટથી બચવું જોઈએ.

આ પણ વાંચો: જાણી લો, વિવિધ કામનાઓની પૂર્તિ અર્થે હનુમાનજીના કયા સ્વરૂપની કરવી જોઈએ પૂજા ?

આ પણ વાંચો: વિશ્વમાં બીજે ક્યાંય નથી થતાં હનુમાનજીના આવાં અદભુત રૂપના દર્શન, જાણો અકરામુખીનું રહસ્ય !

Next Article